- નોટિસનો જવાબ માત્ર 10 થી 12 દિવસોમાં જ આપવા કરાઈ તાકીદ
- 2018-19ની નોટિસોમાં અનેક ક્ષતિઓ : બિગ ડેટા સોફ્ટવેર ડેટાનું અવલોકન કર્યા વગર જ નોટીશો પાઠવી દીધી
સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બીગ ડેટા સોફ્ટવેર દ્વારા ઓટોમેટીક જનરેટ થયેલ ઢગલાબંધ નોટીશો વ્યાપારીઓને બજવી દીધી છે. આ નોટિસ સોફ્ટવેર દ્વારા ઓટોમેટીક જનરેટ થતા તેની યોગ્ય ચકાસણી જવાબદાર અધિકારીઓ વગર બજાવવામાં આવી છે જેથી અનેક ક્ષતિઓ પણ નોટિસમાં જોવા મળી છે. નાણાકીય વર્ષ 2017-18ની જે નોટિસ બચાવવામાં આવી હતી તે નોટિસમાં સ્ક્રુટીની, ઓડિટ તથા પેક ઇનવોઈસ માટે જે નોટિસની બજવણી કરી હતી તે પરી વર્ષ 2018 19 માટે પણ મોકલવામાં આવી છે. ઘણા કિસ્સામાં જે ચુકવણું બાકી હોય તેને સિસ્ટમની ભૂલના પગલે ફરી વ્યાપારીઓને મળી છે અને આને લઇ વ્યાપારીઓ સાતોસાથ ટેક્સ કન્સલ્ટન્ટને ઘણી તકલીફનો સામનો પણ કરવો પડ્યો છે.
બીજી તરફ જે નોટિસોની બજવણી થઈ તેનો જવાબ આપવા માટે માત્ર ૧૦ થી ૧૨ દિવસનો જ સમય આપવામાં આવ્યો છે જે ખરા અર્થમાં પૂરતો નથી. કારણકે જે પ્રિ-સૉકોઝ નોટિસનો મારો ચલાવવામાં આવ્યો છે તે અરજીઓ અને નોટિસો 45 પાના જેટલી જોવા મળી છે. જેનો અભ્યાસ કરી તેનું અવલોકન કર્યા બાદ જ જવાબ તૈયાર થશે પરંતુ સ્ટેટ જીએસટી દ્વારા જે સમય આપવામાં આવ્યો તે ખૂબ જ ઓછો હોવાનું માલુમ પડતા ક્યાંકને ક્યાંક ફફડાટ પણ મચી ગયો છે. જીએસટી વિભાગનું માનવું છે કે હાલ છે લીટીગેશનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તે ન વધે તેના માટે પ્રિ શોકોઝ નોટિસ આપવી જરૂરી છે. જેમાં વ્યાપારીઓને પૂરતો સમય પણ મળી જાય તેમની વાત મુકવાનો અને માંગવામાં આવેલા ડેટાનો.
25 થી લઈ 45 પાના જેટલી મોટી નોટીશો આવી છે બજાવવામાં: સી.એ શરદ અનડા
છેલ્લા લાંબા સમયથી જીએસટી અંગે પ્રેક્ટિસ કરનાર સીએ. શરદ અનડાએ જણાવ્યું હતું કે હાલ જે નોટિસો સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મોકલવામાં આવી છે તે વર્ષ 2019-20 ની છે. એટલું જ નહીં તેઓ ઉમેર્યું હતું કે આ નોટિસોનો જવાબ માટે જે સમય આપવામાં આવ્યો છે તે ખૂબ ઓછો છે. એટલું જ નહીં આ વખતે જે પ્રી શોકોઝ નોટિસનો મારો ચલાવવામાં આવ્યો છે તે 25 થી લઈ 45 પાના જેટલી મોટી નોટીશો છે જેનું અવલોકન કરતા જ ઘણો સમય લાગી જાય છે. પરંતુ સ્ટેજ જીએસટી દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ ઘણા ખરા અંશે ઉપયોગી નિવડશે . પરંતુ જો જે નોટિસો બજાવવામાં આવી તેમાં અધિકારીઓએ તેનું અવલોકન કર્યું હોત તો ઘણો સમય બચી શકત અને હાલ જે પ્રશ્નો ઊભા થયા છે તેના થાત.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ નોટિસો હોવાથી ઊભા થયા અનેક પ્રશ્નો : સી.એ રોહનભાઈ વઘાસીયા
રાજકોટના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહનભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે હાલ જે નોટિસો બજાવવામાં આવી છે તે પ્રિસોપોઝ નોટિસ છે અને આ નોટિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ આપવામાં આવી છે જેના કારણે ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સ્ટ્રેટ જીએસટી દ્વારા શું પગલાં લેવામાં આવશે કે વ્યાપારીઓને કઈ રીતે ઉપયોગી નીવડશે તે તો આવનારો સમય જ જણાવશે. જીએસટી ના નિયમ અનુસાર વિભાગે ડાયરેકટ શો કોઝ નોટિસ નહિ, પ્રિ સોકોઝ નોટિસ આપવાની રહે છે ત્યારે આ પ્રથમ વખત જીએસટી વિભાગ એ લીટીગેશન અટકાવવા માટે પ્રિ શોકોઝ નોટિસ મોકલી છે.
જે ચુકવણું થયેલ હોય તેવા કિસ્સામાં પણ ફરી રકમની ભરપાઈ કરવા જણાવ્યું : સત્યેનભાઈ દવે
જીએસટી એડવોકેટ સત્યન દવે જીએસટી નોટિસ અંગે જણાવ્યું હતું કે આખા રાજકોટમાં 1,000 થી વધુ નોટીશો બજાવવામાં આવી છે અને આ અંગે વ્યાપારીઓમાં પણ ઘણો રોશ જોવા મળ્યો છે. એટલું જ નહીં વ્યાપારીઓનું માનવું છે કે ઘણી ખરી એવી નોટિસોની બજવણી થઈ છે જેનું ચુકવણું ઘણા વર્ષ પહેલાં કરી દીધેલું હોય પરંતુ ડેટા મિસ મેચ થયો હોવાના કારણે ફરી તેમને આ નોટિસનો જવાબ આપવો પડશે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે હાલ જે નોટિસો બજાવવામાં આવી છે તેનાથી વ્યાપારીઓની સાથોસાથ તેના સંલગ્ન કન્સલ્ટન્ટ ને પણ ઘણી તકલીફ વેઠવી પડે છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ જે નિર્ધારિત કરેલા દિવસો છે તેમાં તમામ વિગતો એકત્રિત કરી એક ડીટેલ રિપોર્ટ આપવાનો રહેશે જે બાદ જો જવાબ યોગ્ય લાગશે તો શોકોઝ નોટિસની બજવણી નહીં થાય.