નલીન એન્ટરપ્રાઇઝ, રાઇઝીંગ ઇન્ડિયા અને સ્વ. ગુણવંત રાય મહેતા ચેરિ. ટ્રસ્ટ આયોજીત
કુકીંગ શો અને સ્પર્ધાના વિજેતાઓને લાખેણા ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા
નલીન એન્ટરપ્રાઇઝ રાઇઝીંગ ઇન્ડીયા અને સ્વ. ગુણવંતરાઇ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉ5ક્રમે ગઇકાલે કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં ગરમ વાનગીઓ ઠંડી વાનગીઓ સ્પોન્સર ચોઇસમાં તથા ફયુઝન વાનગી રાખવામાં આવી હતી. જેમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાંથી 100 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.
સ્પર્ધક બહેનોએ ઘરેથી અવનવી સ્વાદિષ્ટ, પોષ્ટીક વાનગી બનાવી લાવેલ હતો. નિર્ણાટક દ્વારા ડેકોરેશન, ટેસ્ટ, રેસીપી, પ્રશ્ર્ન-જવાબ, ન્યુટ્રીશન વેલ્યુ આ પાંચ મુદાના આધારે નિર્ણય કર્યો હતો. વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી સન્માનીત કરાવમાં આવ્યા હતા. આ તકે આમંત્રિત મહેમાનો, મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા.
‘અબતક’ ના ડિજિટલ માઘ્યમ દ્વારા કુકીંગ સ્પર્ધાને હજારો લોકોએ નિહાળીં
નલીન એન્ટપ્રાઇઝ રાઇઝીંગ ઇન્ડીયા અને સ્વ. ગુણવંતરાઇ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત કુકીંગ સ્પર્ધામાં 100 થી વધુ મહિલાઓએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. અને કુકીંગ શોમાં પ્રસ્તુત કરી હતી. ત્યારે આ સ્પર્ધામાં અબતક મીડીયાના ડિજીટલ પ્લેટફોર્મ પર લાઇવ કરવામાં આવ્યું હતું. અને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર આ કુકીંગ સ્પર્ધાને હજારો નીહાળી હતી અને કુકીગ શોને જબરો પ્રતિસાદ મળ્યો હતો.
સ્પર્ધકોએ બમણાં ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધો: ધૈરવ શાહ (નલીન એન્ટરપ્રાઇઝ)
‘અબતક’ સાથેની વાતચીતમાં નલીન એન્ટરપ્રાઇઝ ઓનર ધૈરવ શાહ એ જણાવ્યું હતું કે, અમે કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કર્યુછે અમને ખુબ જ સારો રીસ્પોન્સ મળ્યો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાંથી 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પોતાની કિએટીવીટી બતાવી હતી. આ સ્પર્ધામાં ચાર કેટેગરી રાખવામાં આવી હતી જેમાં એ માં ગરમ આઇટમો જેમાં કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ જેવા ગરમ આઇટમોને કવર કરવામાં આવી હતી.
કેટેગરીમાં ઠંડી વાનગીઓ જેમાં સ્વીટર, મીલ્સ સેઇક થીક રોઇક, કોલ્ડ્રીંકસ વગેરે આઇટમોને સી કેટેગરી જે સ્પોન્સ ચોઇસ કેટેગરી હતી. ડી કેટેગરીમાં જે તે સ્પર્ધાને પોતાની રીતે નવું .ફયુઝન કરી લાવવું હોય તો તેઓ લાવી શકે છે. ચારેય કેટેગરીમાં નિષ્ણાંતોને પણ અસમજસ થયું હતું. કારણ કે બધા જ ઇનોવેટીવ રીતે ડીશ તૈયાર કરી લાવ્યા હતા.
પાંચ વિભાગમાં નિષ્ણાંતોએ સ્પર્ધકોને માર્ક આપેલ હતા. જેમાં ડેકોરેશન, ટેસ્ટ રેસીપી પ્રશ્ર્ન-જવાબ અને ન્યુટ્રીશીયન વેલ્યુ આ તમામ વસ્તુના આધારે બધાને માર્કસ આપેલ હતા. વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અમને જેટલો ઉત્સાહ છે તેનાથી બમણો ઉત્સાહ સ્પર્ધકોને હતો. જે જોઇ ખુબ જ આનંદ થયો.
મને કુકીંગનો ખુબ જ શોખ છે. તેથી સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદરથી આવી: મનીષા મોનાણી
અબતક સાથેની વાતચીતમાં પોરબંદરથી આવેલ મનીષા મોનાણીએ એ જણાવ્યું હતુ કે મને પહેલેથી જ કુકીંગનો બહુ શોખ છે. ઘણી બધી કુકીંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો છે. ત્યારે નલીન એન્ટરપ્રાઇઝ દ્વારા યોજાયેલ કુકીંગ કોમ્પીટીશન માં હું દર વખતે ભાગ લઉ છું. આ વખતે ચાર કેટેગરી રાખવામાં આવી હતી. ગરમ વાનગીમાં મે આપણું કાઠીયાવાડી ભોજન બનાવ્યું હતું. તેની સાથે કાઠીયાવાડી રંગત સાથે જ ટેબલ પર ગોઠેવ્યું હતું. સાથો સાથ ઠંડો વાનગીમાં મેં સેઇક બનાવી લાવી હતી. મને ખુબ જ આનંદ થાય નંબર આવે કે
ન આવે પરંતુ મારી કુકીંગ માં જે એકસ્પરાઇઝ છે તેને લોકો સુધી પહોચાડવાનો આનંદ આવે છે દરેક સ્ત્રીને રસોઇમાં નવીજ વરોઇટી બનાવવામાં આવતી હોય છે.