વિવિધતામાં એકતા થીમ પરના પરર્ફોમન્સથી સૌ કોઈ મંત્રમુગ્ધ
હરિવંદના કોલેજ દ્વારા અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ફેશન શો (ફેશનીસ્ટા–૨૦૧૯)નું આયોજન આવ્યું હતું. જેમાં આશરે ૧૦૦થી વધુ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ વિવિધતામાં એકતા થીમ પર પોતાનું પરફોર્મન્સ રજુ કર્યું હતું. તેઓએ ગુજરાતી, રાજસ્થાની, પંજાબી, મરાઠી તેમજ બીજા વિવિધ રાજયોના પોશાક દ્વારા સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજય મહિલા કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગાયત્રીબા જાડેજા, આત્મીય વિદ્યામંદિરનાં આચાર્ય સ્વસ્તિકદીદી અને સર્વેશ્વર વિદ્યામંદિરનાં આચાર્ય શ્રમિકદીદી તેમજ ડો.સંગીતાબેન પંડિત જેઓ અવધૂત ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડનાં કો–ઓર્ડીનેટરે પોતાની હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયકગણ તરીકે ડો.વિરકતીબેનમીરા તેમજ જાન્વીબેન પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંદર્ભે વિજેતા તરીકે થર્ડ રનર્સઅપ પર આઈ.ટી.ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીની નેન્સીબેન વેકરીયા, સેક્ધડ રનર્સ અપ તરીકે લો ડીપાર્ટમેન્ટની વિદ્યાર્થીની મીશાબેન કોટેચા અને ફર્સ્ટ રેન્ક એટલે કે મિસ્સ હરિવંદનાનો તાજ પ્રાપ્ત કર્યો હતો અને વિજેતાઓને ગીફટ અને સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનો પ્રતિભાવ એકંદરે હકારાત્મક રહ્યો હતો.