ભેંસાણમાં સૌથી વધુ 1ર0 ટકા જયારે પાલીતાણામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ
સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં ચોમાસાની સીઝનનો 65.84 ટકા વરસાદ વરસી ગયો છે. 11 જીલ્લાના 79 તાલુકાઓ પૈકી આઠ તાલુકાઓમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. જયારે ર4 તાલુકાઓમાં પ0 ટકાથી ઓછો વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના ભેંસાણમાં 1ર0 ટકા જયારે સૌથી ઓછો વરસાદ ભાવનગરના પાલીતાણામાં માત્ર 29.74 ટકા જ પડયો છે.
સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા તાલુકો, જામનગર જીલ્લાના જામનગર તાલુકા શહેરમાં, જુનાગઢના ભેંસાણ:, મેંદરડા અને વિસાવદરમાં, જયારે બોટાદ જીલ્લાના બરવાળામાં 100 ટકાથી વધુ વરસાદ પડયો છે.જયારે દસાડા, ધ્રાંગધ્રા, લખતર, મુળી, થાનગઢ, જસદણ, પડધરી, રાજકોટ, વીંછીયા, હળવદ, માળીયા મીંયાણા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, રાણાવાવ, ગીરગઢડા, જાફરાબાદ, લીલીયા, સાવરકુંડલા, ઘોઘા, જેસર, મહુવા, શિહોર અને રાથપુર તાલુકામાં પ0 ટકાથી પણ ઓછો વરસાદ પડયો છે.