મોટાભાગની કોલેજોને નેકની મૂલ્યાંકન પઘ્ધતિ અંગે પણ માહિતી નથી
રિપોર્ટ કાર્ડ મેળવવામાં કોલેજો ઉદાસીન
ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ છેલ્લા કેટલાક વર્ષોથી કથળી રહ્યું છે તેનો અંદાજ એક માત્ર વાત પરથી લગાવી શકયા છે. વિદ્યાર્થીઓનું ભવિષ્યનું રીપોર્ટકાર્ડ તૈયાર કરનાર ગુજરાતની ૧૦૦થી વધુ કોલેજોના પોતાના જ રીપોર્ટ કાર્ડનું જ કોઈ ઠેકાણું નથી. કોલેજ માટે નેકનું સર્ટી તેના રીપોર્ટકાર્ડ સમાન છે.
નેકની ટીમે જે-તે કોલેજની મુલાકાત લઈને તે કોલેજની વિવિધ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃતિ, કોલેજ કેમ્પસ, કોલેજની સુવિધાઓ, વિદ્યાર્થીઓના પરીણામ વગેરે બાબતોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને જે-તે કોલેજને ગ્રેડ ફાળવતી હોય છે અને આ ગ્રેડ મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્વારા જે-તે કોલેજના આર્થિક લાભ આપતી હોય છે
એટલું જ નહીં યુજીસીના નિયમ મુજબ તેની પાસેથી ગ્રાન્ટ મેળવતી તમામ કોલેજો નેક એટલે કે નેશનલ એક્રેડીશનનું મૂલ્યાંકન કરાવવાનું ફરજીયાત હોય છે. ગુજરાતમાંથી ૧૦૦થી વધુ કોલેજો એવી છે કે જેને આજ દિન સુધી નેકનું મુલ્યાંકન કરાવ્યું નથી.
નવાઈની વાત તો એછેકે આ કોલેજો નેકના મુલ્યાંકન માટે અરજી પણ કરી નથી. ત્યારે આ કોલેજોની શૈક્ષણિક પ્રવૃતિ સી-ગ્રેડની થઈ હોય તેવી ચર્ચા ચાલી છે જોકે તેમ છતાં કોલેજોના સંચાલકોનું પેટનું પાણી હલતું નથી ત્યારે હવે મોટાભાગની ગુજરાત શૈક્ષણિક વિભાગે આવી કોલેજોને નેકની મૂલ્યાંકન પઘ્ધતિ અપનાવવા માટેનો નિર્ણય કર્યો છે.