ઈન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા ડો.અનિલ નાયકના માર્ગદર્શનમાં ગુજરાતમાં 500થી વધુ જગ્યા પર આયોજન

રાજકોટમાં હેમુગઢવી હોલમાં અન્ય એન.જી.ઓ. સાથે ડો.અતુલ પંડ્યા, ડો.લાલસેતા, ડો.પારસ શાહની આગેવાનીમાં તબીબો ભાગ લેશે

Screenshot 1 56

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના લોકોના પ્રશ્ર્નોને લઈશરૂ કરવામાં આવેલ ’ મન કી બાત કાર્યક્રમનો 100 મો હતો આગામી તા . 30.4.2024 ને રવિવારે સવારે 11 વાગ્યે દેશભરમાં પ્રસારીત થશે જેમા ઈન્ડીયન મેડિકલ એસોસીએશન- ગુજરાતના નેજા તળે 10 હજારથી વધુ તબીબો ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાતભરમાં 500 થી વધુ સ્થળોએ તબીબો માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટના પ્રમુખ અને જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો . પારસ શાહ અને સેક્રેટરી ડો . સંજય ટીલાળાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ સહિત ગુજરાતમાં અનેક સ્થળો પર મન કી બાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણમાં જોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય અગ્રણી ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા   નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના લોકો સુધી સીધો સંપર્ક રહે અને તેમના પ્રશ્ર્નોના નિકાલ આવે એ માટે ’ મન કી બાત ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, મોદીસાહેબ મન કી બાત અંતર્ગત અનેક નાના નાના લોકોની સિધ્ધીઓને બિરદાવવા સાથે કલાકારો, કારીગરો વગેરેને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરે છે . તેમની મન કી બાતનો આગામી તા . 30.4.2023 ને રવિવારે 100 મો એપીસોડ છે જે ગુજરાત સહિત દેશ માટે ગૌરવરૂપ છે. દેશભરમાં લાખો લોકો મન કી બાતમાં જોડાય રહ્યા છે ત્યારે ગુજરાત આઈ.એમ.એ.ના નેજા તળે ગુજરાતના 10 હજારથી વધુ તબીબો પણ આગામી મન કી બાતમાં જોડાશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા રાજકોટ સહિત ગુજરાતમાં 500 થી વધુ જગ્યા પર મન કી બાતના લાઈવ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ છે . 30 થી વધુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાશે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય અગ્રણી ડો.હિરેન કોઠારીના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં 100 થી વધુ શાખા દ્વારા તબીબો માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં જોડાવા માટે તબીબોમાં ઉત્સાહ જોવા મળે છે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને ભાજપ ડોક્ટર સેલ રાજકોટના ક્ધવીનર ડો. ચેતન લાલસેતાએ જણાવ્યું છે કે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ નાયક, ગુજરાત આઈ.એમ.એ.ના સેક્રેટરી ડો . મેહુલ શાહ , રાષ્ટ્રીય અગ્રણી ડો . અતુલ પંડ્યા , અમદાવાદ મેડિકલ ફેકલ્ટીના ડિન ડો . મહેશ પટેલ, ડો . કમલેશ સૈનીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં મન કી બાત કાર્યક્રમમાં તબીબો જોડાશે. રાજકોટમાં તા . 30.4.27 ને રવિવારે સવારે 11 વાગ્યે હેમુગઢવી હોલ ખાતે યોજાનાર ટુ વે મન કી બાત કાર્યક્રમમાં રાજકોટના સિનિયર તબીબો ઉપસ્થિત રહીં વડાપ્રધાન સાથે સંવાદ કરશે.

સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો . પારસ શાહ , સેક્રેટરી તરીકે ડો . સંજય ટીલાળા, આઈ.પી.પી. ડો.સંજય ભટ્ટ , પ્રેસીડન્ટ ઈલેકટ ડો. કાંત જોગાણી , ઉપપ્રમુખ ડો. મયંક ઠક્કર, ડો . તેજસ કરમટા, એડિટર ડો. અમીત અગ્રાવત , ટ્રેઝરર ડો . પિયુષ ઉનડકટ, જોઈન્ટ ટ્રેઝરર ડો . દર્શન સુરેજા, ડો . પરીન કંટેસરીયા , જોઈન્ટ રોક્રેટરી ડોં . ઝલક ઉપાધ્યાય , ડો . અમીષ મહેતા , એક્ઝીક્યુટીવ કમીટીના ડો . કમલેશ કાલરીયા , ડો . રૂપેશ મહેતા , ડો . રૂઝેશઘોડાસરા , ડો.મનિષાબેન પટેલ , ડો . સંજય દેસાઈ , ડો . જયેશ ડોબરીયા, ડો . દુષ્કૃત ગોંડલીયા , ડો . તુપાર પટેલ  સહિતની ટીમ કાર્યરત છે.

મન કી બાત કાર્યક્રમમાં આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો . વસંત કાસુન્દ્રા , ઝોનલ સેક્રેટરી ડો . કુમુદ પટેલ , એડવાઈઝરી બોર્ડના ડો . અતુલ પંડયા , ડો. ભરત કાકડીયા , ડો . ભાવિન કોઠારી , ડો . યજ્ઞેશ પોપટ , ડો . એમ . કે . કોરવાડીયા , ડો . ભાવેશ સચદે , ડો . દિપેશ ભાલાણી , ડો . ચેતન લાલસેતા , ડો . જય ધીરવાણી , ડો . પ્રફુલ કામાણી , ડાઁ , અમિત હપાણી , પેટ્રન ડો . ડી . કે . શા ૉ , ડો . પ્રકાશ મોઢા , ડો . વલ્લભ કીરીયા , ડો . સુશિલ કારીયા , ડો . કીર્તિ પટેલ , ડો . જીતેન્દ્ર અમલાણી , ડો . દર્શનાબેન પંડ્યા તથા ડો . રશ્મી ઉપાધ્યાય સહિત તબીબી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે . આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.