114 અબજ કરોડના મહાકૌભાંડના કારણે પંજાબ નેશનલ બેન્કની છવિ પર અસર થઇ છે. જ્યાં બેન્ક પોતાની છવિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે તેવામાં આ બેન્કનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે હજારો ગ્રાહકો પર સીધી અસર થાય તેવી શક્યતા છે. બેન્કમાં હજારોની સંખ્યામાં ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા લીક થયો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ કૌભાંડ આશરે એક મહિનાથી ચાલી રહ્યું છે.
નીરવ મોદી અને મેહુલ ચોકસીના કૌભાંડ અંગે જેમ પીએનબીને બહુ મોડી જાણ થઇ તેવી જ રીતે આ ગોટાળા અંગે પણ બેન્કને આશરે ત્રણ મહિના બાદ જાણ થઇ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર બેન્કને આ અંગેની જાણકારી એક થર્ડ પાર્ટી ઇન્ટરનેટ સિક્યોરીટી આપતી કંપની ક્લાઉડસેક ઇન્ફોર્મેશન સિક્યોરિટીએ આપી છે. કંપનીનું હેડક્વાર્ટર સિંગાપોરમાં છે પરંતુ કંપની બેંગલોરથી ઓપરેટ કરે છે.
ક્લાઉડસેકના ચીફ ટેક્નિકલ ઓફિસર રાહુલ સસીએ જણાવ્યું કે કંપનીનો એક ક્રોલર (પ્રોગ્રામ) છે જે ડાર્ક /ડીપ વેબસાઇટ પર નજર રાખે છે. આ એવી વેબસાઇટ હોય છે જે ગૂગલ અથવા કોઇ અન્ય સર્ચ એન્જિન પર ઇન્ડેક્સ નથી થતી. આ વેબસાઇટ્સ પર ગેરકાયદેસર રીતે માહિતી ખરીદી કે વેચવામાં આવે છે.
ક્રાલર દ્વારા અમે ડ્ટા સર્ચ કરીને અમારા દ્વારા બનાવવામાં આવેલા મશીન લર્નિંગ પ્રોગ્રામ પર મોકલે છે. જો અમને જાણ થાય કે આ ડેટામાં એવું કંઇ પણ છે જે અમારા ક્લાયન્ટના હિતમાં છે અથવા સંવેદનશીલ છે તો અમે તાત્કાલિક ધોરણે પગલા લઇએ છે. ક્લાઉડસેકે તે પછી સરકારની એજન્સી તરફથી પીએનબીને જાણકારી આપી છે.
બેન્ક ધઆરકોની જે જાણકારી લીક થઇ છે તેમાં નામ, એક્સપાયરી ડેટ, પિન નંબર અને સીવીવી નંબરનો સમાવેશ થાય છે. હાલ 10 હજારથી વધુ ગ્રાહકોના ખાતાઓની માહીતી લીક થઇ હોવાની વાત સામે આવી છે.