ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૯ કરોડથી વધુના ખર્ચે પાટડી ખાતે નવનિર્મિત દસાડા તાલુકા સેવાસદનનું ઇ-લોકાર્પણ: થાનગઢ ખાતે અંદાજે ૪૧૬ ઘર વિહોણા લોકો માટે રૂ. ૧૮ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ આવાસોનું ઇ-લોકાર્પણ
રાજ્યના જરૂરિયાતમંદ, ગરીબ, ઘર વિહોણા લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧૦ લાખથી વધુઆવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત જરૂરિયાત પ્રમાણે આગામી સમયમાં વધુ આવાસો પણ તૈયાર કરવામાં આવશે તેમઆજે મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ નવનિર્મિત દસાડા તાલુકા સેવાસદન અને થાનગઢ નગરપાલિકા આવાસ યોજનાના ઇ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતેથી જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતેનવનિર્મિત દસાડા તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ તેમજ થાનગઢ નગર પાલિકા દ્વારા અંદાજે ૪૧૬ ઘર વિહોણા લોકો માટે રૂ. ૧૮.૧૭કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસોનું આજે ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથેસાથે મુખ્યમંત્રીના હસ્તે થાનગઢ નગરપાલિકાની નવીન વેબ સાઇટ અને એપનું પણ ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. કોરોના સંક્રમણને આગળ વધતુ અટકાવવા આપણે સૌ સંકલિત પ્રયાસ કરવા પડશે. કોરોનાથી ડરવુ નથી પણ બચવુ છે. કોરોનાને હરાવીને ગુજરાત તેનીરોજીંદી ક્રિયાઓ વચ્ચે વિકાસયાત્રા સતત આગળ વધારી રહ્યું છે. કોરોના મહામારીથી બચવા સામાજિક અંતર, માસ્ક અને આપણાહાથને સતત સેનેટાઇઝ કરવા પડશે. સરકારની કોરોના અંગેની માર્ગદર્શિકા-નિયમોનું પાલન કરીશું તો ચોક્કસ આપણે કોરોના સામેજંગ જીતીશું. રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અનેકવિધ પગલાં ભર્યા છે જેના પરિણામે ગુજરાતનો રિકવરી રેટ ૭૨ ટકાથી વધુ છે. રાજ્યમાં દૈનિક ૮૦૦ થી ૯૦૦ નવા કેસની સામે કેટલા લોકો સાજા થઈને પરત ઘરે જઈ રહ્યાં છે જ્યારે ગુજરાતમાં મૃત્યુદરનુ પ્રમાણઘટતું જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લોકો નિયમોનું પાલન કરીને જરૂરિયાત વિના બહાર ન નીકળીને કોરોના સામે લોકજાગૃતિ ફેલાવે તેજરૂરી છે તેમ તેમને ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના જાન ભી હૈ, જહાંન ભી હૈ ના મંત્રને ચરિતાર્થ કરવાનું જણાવીને લોકો પોતાની આર્થિક અને જનહિતનીગતિવિધિ ચાલુ રાખે તેવો અનુરોધ કર્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે પણ ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારવા ફિઝિકલી નહીપણ ડિજિટલના માધ્યમથી આજે થાનગઢ અને દસાડાના કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કરી રહ્યા છે. દરેકવ્યક્તિનું પોતાનું ઘરનું ઘર બનાવવાનું એક સ્વપ્ન હોય છે. તે પોતાની ભાવિ પેઢીને વારસામાં મકાન આપીને જવાની ઇચ્છા ધરાવતો હોયછે. જેને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવા ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં ૧૦ લાખથી વધુ સંપૂર્ણ સુવિધાયુક્ત મકાનો તૈયાર કરીને જરૂરિયાતમંદોને આ મકાન આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ક કલ્ચરમાં મોટો બદલાવ લાવવામાં આવ્યોછે. રાજ્યના કર્મચારીઓ નવી કચેરીઓમાં, નવા વાતાવરણમાં છેવાડાના લોકોના લોક કલ્યાણના કાર્યો કરી શકે તે માટે સંપૂર્ણસુવિધાયુક્ત આધુનિક સરકારી કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે આજે દસાડા નગરપાલિકા સેવાસદનનાનવિન મકાનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા સેવાસદનમાં લોકોના કામો સરળતાથી અને ઝડપી પૂર્ણ થશે તેવો મને ચોક્કસવિશ્વાસ છે. રાજ્ય સરકારે પિડીત, શોષિત, ગરીબ, વિધવા બહેનો, દિવ્યાંગો અને જરૂરિયાતમંદ માટે અનેકવિધ સહાય-પેન્શનયોજનાઓ શરૂ કરી છે. રાજ્યનો છેવાડાનો કોઇપણ વ્યક્તિ ભુખ્યો ન સુવે તે માટે સસ્તા દરે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
વડાપ્રધાનના નયા ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ આ નવિન તાલુકાસેવાસદન તેમજ આવાસો માટે લાભાર્થીઓ અને સમગ્ર વહીવટી તંત્રને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉપરાંત ાનગઢ નગરપાલિકા દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત ૪૧૬ ગરીબ અને ઘર વિહોણા લોકો માટે રૂપિયા૧૮.૧૭ કરોડના ખર્ચે આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ાનગઢ શહેરમાં નિર્માણ કરવામાં આવેલા આ આવાસો પૈકી વાલ્મીકી વાસમાં ૬૪ આવાસ અને મનડાસર રોડ સેફ્રોન સીરામીક પાસે૩પર એમ કુલ ૪૧૬ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નિમાર્ણ કરવામાં આવેલ આ આવાસોના એક યુનિટનો ખર્ચ આશરે ૩.૫૭ લાખ રૂપિયા શે. જેમાંી રાજ્ય સરકારનો ૧૫ ટકા અનેકેન્દ્ર સરકારનો ૭૫ ટકા ફાળો બાદ કરતાં લાર્ભાીઓને ફક્ત ૭૦ હજાર રૂપિયામાં જ આ આવાસનો લાભ પ્રાપ્ત નાર હતો, પરંતુઆ આવાસમાં પણ લાર્ભાીઓને રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ, દ્વારા દરેક લાર્ભાીઓને રૂપિયા ૪૫ હજારની સહાય આપવામાંઆવી છે. જેી લાર્ભાીઓને હવે માત્ર ૨૫ હજાર રૂપિયાની રકમમાં જ પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર યું છે.
વધુમાં નિર્માણ પામેલા આ આવાસમાં ૧ રૂમ, હોલ, ૧ રસોડુ, શૌચાલય અને બારૂમ તેમજ ગેલેરીની સુવિધા સો વીજળી અને પાણીનીપણ પુરતી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ સંકુલમાં સ્ટ્રીટ લાઈટ, સી. સી. રોડ અને ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની ખાસ વ્યવસની સો પ્રામિકઆરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, બગીચો અને બાળકો માટે રમત-ગમતના સાધનો તેમજ મેદાન ફરતે કમ્પાઉન્ડ વોલ જેવી માળખાગતસુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.