- ફ્લાયઓવરના લોકાર્પણથી ટ્રાફિકજામથી મળશે મુક્તિ
- 1 લાખથી વધુ વાહનોને ટ્રાફિકથી મુક્તિ મળશે: વધુ 2 પોઈન્ટ પર બ્રિજ બનાવવા તૈયારી
- ડ્રીમ સિટી-ભીમરાડ ફ્લાયઓવર 700 મીટર લાંબો અને 200 મીટર પહોળો હશે તો વેસુ અભાવા ફ્લાયઓવર 700 મીટર લાંબો હશે
સુરતને ઓવરબ્રિજનું શહેર ગણવામાં આવે છે. ત્યારે શહેરમાં જ ભળી ગયેલા અન્ય એક વિસ્તારમાં વધુ એક ઓવરબ્રિજનું લોકાર્પણ 4 દિવસમાં થવા જઈ રહ્યું છે. જેથી વાહનચાલકોને લાભ થવાનો છે. પલસાણા-હજીરા NH-53 પર ગભેણી તેમજ રામજીવાડી ચોકડી પર બનાવાયેલા ફ્લાયઓવર 18 એપ્રિલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે.
4 ઓવરબ્રિજનું પ્લાનિંગ
ઓવરબ્રિજના લોકાર્પણથી અંદાજે 1 લાખથી વધુ વાહનચાલકોને રોજના ટ્રાફિકજામથી મુક્તિ મળશે. આ ઉપરાંત માર્ગ અકસ્માતો ઘટશે અને મુસાફરી પણ આરામદાયક બની રહેશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, 4 ‘ડેથ સ્પોટ’ નક્કી કરી કુલ 4 ફ્લાયઓવરનું પ્લાનિંગ શરૂ કરાયું હતું, જે પૈકી બે તૈયાર થઈ ગયા છે.
ટ્રાફિક જામ નિયંત્રિત થશે
આ ઉપરાંત ડ્રીમ સિટી-ભીમરાડ અને વેસુ-અભાવા ચોકડી પર પણ ફ્લાયઓવર બનાવાશે. ડ્રીમ સિટી-ભીમરાડ ફ્લાયઓવર 700 મીટર લાંબો અને 200 મીટર પહોળો હશે તો વેસુ-અભાવા ફ્લાયઓવર 700 મીટર લાંબો હશે. તેમજ આ પ્રોજેક્ટ માર્ગ અકસ્માતો ઘટાડવા, ટ્રાફિક જામને નિયંત્રિત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે.
અનુસાર માહિતી મુજબ, પલસાણા-હજીરા NH-53 પર ગમેણી તેમજ રામજીવાડી ચોકડી પર બનાવાયેલા ફ્લાયઓવર 18 એપ્રિલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે, જેથી અંદાજે 1 લાખથી વધુ વાહનચાલકોને રોજના ટ્રાફિક જામથી મુક્તિ મળશે. આ ઉપરાંત માર્ગ અકસમાતો ઘટશે અને મુસાફરી પણ આરામદાયક બની રહેશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, હું ‘ડેથ સ્પોટ નક્કી કરી કુલ 4 ફલાયઓવરનું પ્લાનિંગ શરૂ કરાયું હતું.
જે પૈકી બે તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત ડ્રીમ સિટી-ભીમરાડ અને વેસુ-અભાવા મોકડી પર પણ ફલાયઓવર બનાવાશે. આ ઉપરાંત ડ્રીમ સિટી-ભીમરાડ ફ્લાયઓવર 700 મીટર લાંબો અને 200 મીટર પહોળો હશે તો વેસુ અભાવા ફ્લાયઓવર 700 મીટર લાંબો હશે. આ પ્રોજેક્ટ માર્ગ અકસ્માતો ઘટાડવા. ટ્રાફિક જામને નિયંત્રિત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે.