શહેર ભાજપ કાર્યાલય ખાતે આગેવાનોની બેઠક મળી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઇ બોરીચા, વિરેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના વિવિધ મોરચાની એક બેઠક મળી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ તા.૩૦ મે, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલ છે. ત્યારે મોદી સરકારે પ્રથમ કાર્યકાળની કલ્યાણકારી નિતિઓ નિરંતરતા સાથે ચાલુ રાખી ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ના સંકલ્પ અને દશેની એકતા, અખંડીતતા, તેમજ સુરક્ષાને સુનિશ્ર્તિ કરી છે. ત્યારે પ્રદેશ ભાજપની સુચના અનુસાર શહેર ભાજપ દ્વારા વિવિધ વચ્યુઅલ-ડિજિટલ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તે અંતર્ગત આગામી દિવસોમાં શહેરભરમાં શહેર ભાજપ યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, લઘુમતી મોરચા, અનુ. જાતી મોરચા દ્વારા ૧ લાખથી પણ વધુ માસ્ક વિતરણ કરવામાં આવશે.
જેમાં તા.૧૬ જૂનના રોજ યુવા મોરચા દ્વારા, તા.૧૭ જુનના રોજ બક્ષીપંચ મોરચા દ્વારા તા.૧૮ જુનના લઘુમતી મોરચા દ્વારા તેમજ તા.૧૯ જૂનના રોજ અનુસુચિત જાતિ મોરચા દ્વારા શહેરભરમાં ૧ લાખથી પણ વધુ માસ્ક વિતરણ કરવામાં આવશે. આ બેઠકમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા, બક્ષીપંચ મોરચા પ્રમુખ નીલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયા, લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઇ સલોત, પ્રમુખ હારૂનભાઇશાહમદાર, મહામંત્રી વાહીદભાઇ સમા, યાકુબખાન પઠાણ, અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવીણ ચૌહાણ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતા.