ગીર સોમના જિલ્લામાં આજ દિન સુધી ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના ૧,૦૧૨,૬૭ બાળકોને રસીથી રક્ષિત કરાયા છે. જિલ્લાના તમામ તાલુકામાં આંગણવાડી કેન્દ્ર અને શાળાઓમાં રસીકરણ અભિયાન હાથ ધરવાની સાથે ગીર સોમના જિલ્લાના ૩ લાખ થી વધુ બાળકોનો લક્ષ્યાંક સિધ્ધ કરવા આરોગ્ય શાખાની ટીમ સતત કાર્યરત છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યએ લોકોને અપીલ કરતા જણાવેલ છે કે, હાલ સોશયલ મીડિયામાં વાયરલ થયેલ કે ઓરી અને રૂબેલા ઈન્જેકશની બાળકોને આડ અસર થાય છે જે ગેરમાર્ગે દોરનારી વાતો છે કારણકે આ રસીની ગુણવત્તા સારી છે. આ રસી ગુજરાતમાં આજદિન સુધીમાં ૮૧ લાખથી વધુ બાળકોને અપાયેલ છે અને ખાનગી તબીબો દ્રારા પણ આ રસી ઘણા સમયથી અપાઈ રહી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, આ રસી ખુરજ સુરક્ષિત છે તે પ્રમાણિત થાય છે તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, યુએનડીપી જેવી સંસઓ પણ સહયોગી છે. બાળરોગ નિષ્ણાંતની સંસ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્રારા પણ આ અભિયાનને સર્મન આપવાની સાથે જણાવ્યું છે કે, બાળકને આ રસી ભુખ્યા પેટે ન લેવી જેથી બાળકને જે દિવસે રસીકરણ નાર હોય ત્યારે નાસ્તો કરાવીને રસીકરણ કરાવવું જોઈએ તેમજ ખોટી અફવાઓ ધ્યાને ન લઈ આરોગ્ય શાખાને સહકાર આપવા અનુરોધ કરાયો છે. હાલમાં રસીકરણ માટે આપની નજીકની શાળા તથા આંગણવાડી કેન્દ્રો ખાતે ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને આ રસી આપવામાં આવી રહી છે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.