ખેલ મહાકુંભ૨૦૧૮ અંતર્ગત તા.૨ ઓગસ્ટથી સમગ્ર રાજયમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે. જે તા.૩૧ ઓગસ્ટ સુધી કરી શકાશે. ખેલ મહાકુંભ૨૦૧૮ અંતર્ગત તા.૧૮ સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજયની તમામ શાળાઓમાં સ્પોર્ટસ ડેની ઉજવણી કરવાની હોય, તા.૧૯ સપ્ટેમ્બરથી તમામ શાળા/ ગ્રામ્ય કક્ષાની તેમજ તબકકા વાઈઝ તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ થનાર હોય જે અન્વયે તમામ શાળાઓ દ્વારા વધુમાં વધુ ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા તેમજ શાળા, તાલુકા/જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તેવા આશયથી દરેક શાળા/ સંસ્થાને ઓનલાઈનથી રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે. ખેલ મહાકુંભ૨૦૧૮નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૨ ઓગસ્ટથી ખેલ મહાકુંભની વેબસાઈટ પરથી કરી શકાશે.

ઉપરાંત આ ઉપરાંત ખેલ મહાકુંભ૨૦૧૮ એન્ડ્રોઈડ અને આઈ..એસ. મોબાઈલ એપ ડાઉનલોડ કરી તેના દ્વારા પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. અન્ડર, અન્ડર૧૪, અન્ડર૧૭ તથા ઓપન એઈઝ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત છે. આ ઉપરાંત અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતાના ગામની શાળાઓ મારફત પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.