કવાર્ટર પ્રોગ્રેસ રીપોર્ટ ભરવા નિષ્ફળ રહેલા બિલ્ડરોને અપાઈ વધુ એક તક
રેરા દ્વારા ગુજરાતનાં બિલ્ડરો માટે એક વોલન્ટરી કમ્પલાયન્સ સ્કીમનું નિર્માણ કર્યું છે. જેમાં જે બિલ્ડરો દ્વારા બે વખત ત્રિ-માસિક પ્રોગ્રેસ રીપોર્ટ ફાઈલ કરવામાં ન આવ્યા હોય તે તમામ બિલ્ડરોને રેરાએ વધુ એક વખત તક આપી તેઓને રાહત આપી છે. આ નવી યોજના તે બિલ્ડરો માટેની છે કે જે ડિફોલ્ટીંગ બિલ્ડરો દ્વારા પોતાનાં ત્રિ-માસિક પ્રોગ્રેસ રીપોર્ટ રેરા વેબસાઈટ પર ફાઈલ ન કરાવ્યા હોય અને તેમનાં પર સેકશન ૬૩ રેરા એકટ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.
વીસીએસ-૨૦૧૯ સ્કીમ થકી બિલ્ડરો૧લી મે થી ૭મી જુન સુધી રેરાની વેબસાઈટ પર પોતાનાં પ્રોગ્રેસ રીપોર્ટને અપલોડ કરી શકશે. રેરા કાયદાની જો વાત કરવામાં આવે તો ફરજીયાતપણે તમામ બિલ્ડરોએ તેમનાં નવા પ્રોજેકટનાં પ્રોગ્રેસ રીપોર્ટ રેરાની વેબસાઈટ ઉપર મુકવા ફરજીયાત બનતા હોય છે પરંતુ અનેકવિધ બિલ્ડરો દ્વારા આ કાર્ય કરવામાં આવતું નથી જેના પગલે રેરા દ્વારા વધુ એક વખત બિલ્ડરોને રાહત આપતા ૭ જુન સુધીનો સમય લંબાવવામાં આવ્યો છે જેમાં ડિફોલ્ટર બિલ્ડરો પોતાનાં ત્રિ-માસિક પ્રોગ્રેસ રીપોર્ટને રેરા વેબસાઈટ પર અપલોડ કરી શકશે.
રેરા દ્વારા જે બિલ્ડરો કે જેઓએ ૩૦ એપ્રિલ સુધી પોતાનાં બે ત્રિ-માસિક પ્રોગ્રેસ રીપોર્ટ જો અપલોડ નહીં કર્યા હોય તો તેઓ વિરુઘ્ધ રેરા કાયદા-૬૩ હેઠળ કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે. ત્યારે સ્કિમમાં લાભ લેવા માટેની પ્રોસેસીંગ ફીની વાત કરવામાં આવે તો તે ૫૦ હજારથી દોઢ લાખ કરવામાં આવી છે અને આ રકમ પ્રોજેકટ પર આધારીત રહેશે ત્યારે ૯૨ ટકા જેટલા ત્રિ-માસિક પ્રોગ્રેસ રીપોર્ટ રેરા વેબસાઈટ હેઠળ નામાંકિત કરવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે જે બિલ્ડરો પોતાનાં પ્રોગ્રેસ રીપોર્ટને અપલોડ કરવામાં અસફળ રહ્યા હોય તેઓને વધુ એક તક આપવામાં આવી છે.