દેશના અર્થતંત્રને વધુ મજબુત બનાવવા ‘સેઝના રોકાણકારોને’ વધુ છૂટની હિમાયત
સેઝના અહેવાલ અને તૈયારીઓની અંતિમ પ્રક્રિયા દેશના વાણીજય મંત્રાલયે સ્ટોક હોલ્ડરના અભિપ્રાય જાણવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીયક વાણિજયમંત્રીએ મંગળવારે આવેલા રીવ્યુઝ સ્પેશીયલ ઈકોનોમીક જોન સેઝની કમીટીએ આપેલા અહેવાલની સમીક્ષા શરૂ કરી હતી નવેમ્બર ૨૦૧૮માં ભારત ફોર્ઝના ચેરમેન બાબા કલ્યાણીએ સેઝનો આ રીપોર્ટ રજૂ કર્યો હતો.
વાણિજય મંત્રાલય દ્વારા રચવામાં આવેલી કમીટીએ કર લાભ આપવાની પ્રક્રિયાને જારી રાખવાનો મત આપી સેઝમા સામેલ થયેલા ઉદ્યોગોને અપાતા લાભ ચાલુ રાખવા માટે નિયમો અને શરતોમાં જરૂરી ફેરફારો કરીને ટેક્ષ ઈન્સેટયુવને મળતા લાભો ચાલુ રહે તેવું સુચન કર્યું હતુ.
સેઝથી દેશના વિકાસ અને ખાસ કરીને નિકાસ ક્ષેત્રમાં રહેલી ખાધને ટેક્ષ ઈન્સેટયુવના માધ્યમથી ભરપાઈ કરવા માટે ઈન્સેટીયુવના વધારાનીસરખે ભાગે હિસ્સેદારી કરીને ભરપાઈ કરી શકાશે. સમિતિએ સેઝના રીપોર્ટમાં તમામ સ્ટોક હોલ્ડરનો પોતાના મત રજૂ કરવા જણાવાયું હતુ સેઝના આવિસ્કારથી રોજગારી અને દેશના અર્થતંત્રને પીઠબળ પ્રાપ્ત થાય છે. સ્ટોક હોલ્ડરને ખાસ પ્રકારની ઈન્સેવટીયુવની રાહત ઉદ્યોગમાં પ્રર્વતતા નકારાત્મક પરિબળો સામે કવચનું કામ કરશે.
અન્ય એક સુચનમાં સામેલ એવી ભલામણ કરી છે કે, સેઝમાં સમયાંતરે ઉદ્યોગકારોને આવતી મુશ્કેલીઓની સામે વધારાના ઈન્સેનટીવના લાભની સાથે સાથે ટેકનોલોજીનું અપગ્રેરેશન સામાન્ય કર માળખુ અને લાભ આપવા જોઈએ. ઉદ્યોગપતિઓને પડતી મુશ્કેલીઓ નિવારણ માટે સંબંધીત ખાતાઓમાં સકારાત્મક વલણ અપનાવીને વધુમાં વધુ ઉદ્યોગપતિઓને લાભ થાય તેવી જોગવાઈનું ભલામણ કરવામાં આવી છે.
દેશના વાણિજય મંત્રાલય દ્વારા રોકાણકારોને પોતાના મત અને અભિપ્રાયો સાથે સેઝના વિકાસ માટે નિમાયેલી સમિતિના અધ્યક્ષ બાબા કલ્યાણી દ્વારા અભિપ્રાયો માંગીને સેઝમાં પ્રવર્તતી સમસ્યાઓ અને ઉદ્યોગપતિઓના આર્થિક વૃધ્ધિદરને વધુ વિસ્તૃત રીતે લાભકારી બનાવવા માટે ટેક્ષ ઈન્સેટયુવની મુદત લંબાવવાની ભલામણ કરી છે.
કેન્દ્રીય મંત્રાલય દ્વારા નિમવામાં આવેલી કમિટીએ સેઝના વધુ વિસ્તારને દેશના અર્થતંત્રને બળવતર બનાવવા માટે દેશમાં વધુને વધુ સેઝનું નિર્માણ થાય અને સેઝમાં સામેલ ઉદ્યોગપતિઓને લાંબા ગાળાના લાભ મળે તેવી રણનીતિની હિમાયત કરવામાં આવી છે.
સેઝની રીવ્યુ સમિતિએ કેન્દ્રીય વાણીજય મંત્રાલયના નિર્દેશથી સ્ટોક હોલ્ડરને પોતાના મત વ્યકત કરવાની ભલામણ કરી છે.
માર્ચ ૩૧ સુધીમાં રાજયમા નવી ૪૦૦ કંપનીઓ ધમધમતી થશે
વાયબ્રાંટ ગુજરાત ૨૦૧૯ના પરિપાક રૂપે ગુજરાતમાં ૧.૧૧ લાખ કરોહના એમઓયુ મારફત રોકાણ મેળવવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર સફળ બની છે. માર્ચ ૨૦૧૯ સુધીમાં ગુજરાતમાં ૪૦૦થી વધુ કંપનીઓ કામકાજ શરૂ કરી દેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે આર્થિક રીતેદેશને પગભર બનાવવા માટે ઉદ્યોગીક વિકાસ વિશ્ર્વની જરૂરીયાત બની ગઈ છે.
ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાનું ભારત બનાવવા માટે જે કમર કસી છે. તેનું ગુજરાતમાં પાયો નંખાઈ ગયો છે.
વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે દેશના વિકાસનો પાયો ગુજરાતમાં નાખવાનો શ્રેય આપણને મળ્યો છે. વાયબ્રાંટ ગુજરાત સમિટમાં ૧૩૫ દેશોનાં એકલાખ પ્રતિનિધિઓ ૨૦૦થી વધુ ઈવેન્ટમાં હાજર રહીને ગુજરાતનાં વિકાસને વિશ્ર્વ કક્ષાનું પીઠબળ મળ્યું છે.
ગુજરાતમાં સેઝની સ્થાપના અને ઉદ્યોગીક વિકાસના અડીખમ ગઢ જેવા ૧૪ યોજનાઓમાં ખેતી અને ફૂડ પ્રોસેસીંગ, સેકટર ડેરી , મત્સઉદ્યોગ, ત્રીસથી વધુ સહકારી ક્ષેત્રે સંલગ્ન પેટ્રો કેમિકલ ઉદ્યોગ ઓટો મોબાઈલ અને એન્જીનીયરીંગના ૨૦ પ્રોજેકટ અને હેલ્થકેર અને બંદર વિકાસ સંલગ્ન પ્રોજેકટોને સાકાર કરવાનું મંચ મળ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી સચિવ જે.એન.સીંગએ જણાવ્યું હતુ કે રાજયમાં ઉદ્યોગીક વિકાસ દર ભૂતકાળના ૯.૯%ના દરથી વધીને ૧૧.૧૧ ટકા સુધી પહોચી ચૂકયો છે. અને હજુ આ વિકાસ દર વધુ ઉંચે ચડશે. દેશના ખાસ આર્થિક વિકાસઝોનમાં ગુજરતાનાં વિવિધ સેકટરનાં સેઝની ખુબજ મોટી તકો રહેલી છે. માર્ચ ૩૧ સુધીમાં રાજયમાં નવી ૪૦૦ કંપનીઓ ધમધમતી થશે.