સવારે ૬.૩૦ અને બપોરે ૩.૩૦ કલાકે ઉપડશે: ભાડુ ૫૭૦ રૂપિયા
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ એક વોલ્વો બસ સેવાની આજથી શરુઆત કરી છે.આ અંગે રાજકોટ એસી.ટી. વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજથી રાજકોટથી વડોદરા માટે બે વોલ્વો બસો શરુ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી રાજકોટથી વડોદરા માટે વોલ્વો બસ શરુ કરવા વ્યાપક ઇન્કવાયરી આવી હતી.આ ઇન્કવાયરી અનુસંધાને આજથી રાજકોટથી બરોડા માટે સવારે ૬.૩૦ અને બપોરે ૩.૩૦ કલાકે બે વોલ્વો બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટથી વડોદરાનું ભાડું રૂ ૫૭૦/- નકકી કરાયું છે. આ બસ રાજકોટથી ઉપડી ચોટીલા હાઇવે,લીંબડી હાઇવે, ધોળકા હાઇવે, ખેડા હાઇવે, અને નડીયાદ, આણંદ સીટી થઇને વડોદરા પહોચશે.આજ રીતે વડોદરાથી રાજકોટ આવવા માટે સવારે ૬.૩૦ અને બપોરે ૩.૩૦ કલાકેવોલ્વો ઉપડશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ થી હાલ ભુજ, ભાવનગર, દિવ, સોમનાથ, અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે વોલ્વો બસો દોડી રહી છે.