આજે વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ આ દિવસે વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુ પાલન અને ખેતી સાથે સંકળાયેલા અને તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ મા અનેરો મહત્વ નો દિવસ છે વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના અનેક ગામોમાં વસવાટ કરતા પ્રાંથળીયા આહિર સમાજ કે જે રાપર તાલુકાના રામવાવ ખેંગારપર ગવરીપર કુડા ભચાઉ કણખોઈ કડોલ ચોબારી સહિત ના અનેક ગામોમાં વસે છે આ સમાજ મા આજે વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ ના લગ્નો યોજાઈ રહ્યા છે
આ અંગે રાપર તાલુકા પંચાયત ના માજી સદસ્ય ભારુભાઈ આહિર અને રામવાવ ના માજી સરપંચ કરશન ભાઈ મણવર જણાવે છે કે આજે વાગડ વિસ્તારના આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગ પરંપરાગત રીતે યોજાય છે જેમાં રામવાવ 40 ખેંગારપર 22 ગવરીપર 18 કણખોઈ 22કુડા 4 કડોલ 12 ચોબારી 110 મળી ને કુલ 250 જેટલા લગ્ન યોજાયા છે અઢીસો જેટલા લગ્નો હોવાથી આહિર સમાજ દ્વારા જુદા જુદા સગાંવહાલાં ને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી રહ્યા છે એક જ દિવસે લગ્ન પ્રસંગ હોવાથી આહિર સમાજ ના પુરુષ અને મહિલાઓ પરંપરાગત આહિર સમાજ ના પહેરવેશ મા જોવા મળે છે.
વાગડ વિસ્તારમાં આજે પ્રાંથળીયા આહિર સમાજ મા યોજાયેલ લગ્ન પ્રસંગે આહિર સમાજ ની વસતી ધરાવતા ખડીર ના ધોરાવીરા રતનપર જનાણ અમરાપર કલ્યાણપર તેમજ માંજુવાસ આડેસર લખાગઢ સણવા મોમાયમોરા ફુલપરા નાંદા સુખપર નાંદા બાર ગામો મા એકસો થી વધુ લગ્ન વૈશાખ સુદ તેરસ એટલે અજવાળી તેરસ ના યોજાય છે તેમ આડેસર ના માજી સરપંચ ભગાભાઈ આહિર અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણ ભાઈ ડાંગરે જણાવ્યું હતું
આજે રાપર ભચાઉ તાલુકાના આહિર પટ્ટી ના ગામો મા યોજાયેલ લગ્ન દરમિયાન આહિર સમાજ ના કરશન ભાઈ મણવર ભારુભાઈ આહિર કિશનભાઈ આહિર નામેરી ભાઈ મણવર વેલા ભાઈ વરચંદ લાલાભાઈ ઢીલા ગોવિંદ ભાઈ મણવર સાગર ભાઈ સવાભાઈ વરચંદ ધનાભાઈ આહિર વેલાભાઈ આહિર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા વાગડ વિસ્તારના આહિર સમાજ મા પરંપરાગત ગરબા બળદ ગાડા મા જાન જતી જોવા મળી હતી ઉપરાંત આહિર સમાજ ની મહિલાઓ પણ પરંપરાગત પહેરવેશ મા જોવા મળી હતી અને લગ્ન ગીતો ની રમઝટ બોલાવી હતી આમ વાગડ વિસ્તારના પ્રાંથળીયા આહિર સમાજ મા વૈશાખ સુદ તેરસ અને વૈશાખ વદ તેરસ નો અનેરો મહિમા છે