રાજયોની માગણી મુજબ ટ્રેનો ફાળવાશે, સરકાર જ ચૂકવશે ભાડુ; શ્રમિકોને ટ્રેનમાં જ ભોજન પાણી અપાશે
સ્થાનાતરિતોને વતનદ પહોચાડવા માટે રેલવેએ વધુ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા નકકી કર્યું છે. તેમાં રેલવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતુ.
લોકડાઉનમાં ફસાયેલા સ્થાનાંતરીતોને મોટી સંખ્યામાં એક રાજયમાંથક્ષ બીજા રાજયમાં લઈ જવા માટે રેલવે ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શ્રમિકોને એક રાજયમાંથી બીજા રાજયમાં જવા કોરોના સામેની તકેદારી રાખીને બસમાં જવા મંજૂરી આપી છે. પણ બસમાં મોટી સંખ્યામાં લાંબા અંતર સુધી મુસાફરી કરવી મુશ્કેલ હોવાથી રેલવેએ ખાસ શ્રમિક ટ્રેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવવાનો નિર્ણય કર્યો છે.
આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો રાજયોની માગણી મુજબ એક સ્થળથી બીજા સ્થળે પહોચાડશે શુક્રવારે આવી ૨૪ ડબ્બાની એક ટ્રેક ૧૨૦૦ મુસાફરોને લઈ સવારે તેલગણાના લીંગામયલીથી ઝારખંડ જવા રનાવા થઈ હતી જે રાત્રે ઝારખડ પહોચી હતી.
આ ટ્રેનમાં ૫૪ મુસાફરોને સ્લીપર કોચની સુવિધા અપાઈ હતી જોકે સામાન્ય રીતે સ્લીપર કોચની ક્ષમતા ૭૨ ની હોય છે. પણ સામાજીક અંતર જાળવવા ૫૪ મુસાફરોને જ બર્થ ફાળવાઈ હતી.
કોટાથી રાંચી જતી ટ્રેનમાં વચ્ચે આવતા પાલમુ, રામગઢ તથા ગુમલા જેવા સ્ટેશનો માટેના મુસાફરોને લેવાયા હતા અને તેમાં ખાસ કોચમાં જ જગ્યા ફાળવાઈ હતી.
ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ આવી ટ્રેનો રાજય સરકારની માગણી મુજબ દોડાવશે આ ટ્રને માટે સ્થનાંતરીતને રેલવે સ્ટેશનથી ટિકીટ નહી મળે પણ સરકાર પાસેથી ઓનલાઈન મેળવવાની રહેશે સરકાર નકકી કરે તેને જ જવા મળશે.
સરકાર સમક્ષ નોંધાયેલા શ્રમિકોને જ વતન જવા મળશે. સ્લીપર કલાસ માટે મુસાફર દીઠ ટિકિટ દર ઉપરાંત વધારાના રૂા.૫૦ સરકાર જ નાણાં ચૂકવશે.
આ સ્પેશ્યલ શ્રમિક ટ્રેન ઉપડશે તે સ્થળેથી જ સ્થાનાંતરિતોની ચકાસણી કરાશે અને સેનીટાઈઝ કરાશે. ટ્રેન જેતે નિયત સ્થળે પહોચશો. ત્યારે ત્યાં પણ સ્થાનિક તંત્ર દ્વારા મુસાફરની ચકાસણી કરાશે અને ખાસ કાળજી જરૂરી નહીં હોય તો મુસાફરને હોમ કોરેન્ટાઈન રખાશે.
મુસાફરી દરમિયાન આ સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં ભોજન તથા પીવાનું પાણી પણ પરૂ પાડવામાં આવશે.
ગૃહમંત્રાલયે બસ મારફત સ્થાનાંતરીતોને પહોચાડવા બસ સેવાનો ઉપયોગ કરવા જણાવાયું હતુ પણ મોટી સંખ્યામાં લોકોના સ્થળાંતર અને લાંબા અંતર સુધી જવાનું હોવાથી ટ્રેનનો ઉપયોગ કરવાનું નકકી કરાયું છે.