મોદી સરકારના મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલ કેન્દ્રીય બજેટે આપણા દેશના વ્યાપાર ઉઘોગ ક્ષેત્રને પ્રોત્સાહીત  કર્યા નથી, શેર બજાર ઊંધે માથે પટકાયું એ ધટના એની પ્રતીતિ કરાવે છે.

આ બજેટ એના ચહેરા ઉપરથી પણ રૂપાળુ નથી જણાયું અને આ કલેવરમાં પણ કોઇ બહુ મોટી વિશિષ્ટા જણાઇ નથી !

૨૦૧૯ની ચૂંટણી-અગાઉ ભાજપની મોદી સરકારે રજૂ કરેલા બજેટ અંગે જે આશા-અપેક્ષા રાખવામાં આવી હતી એ ફલી નહોતી જો કે એ બજેટમાં જો સૌથી નોંધપાત્ર પાસું એ છે કે ભારતમાં પહેલી જ વખત અસંગઠીત મજુરો માટે ૬૦ વરસ પછી પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા કારખાના કે ઉઘોગગૃહોમાં નોકરી કરનારા મજુરોને મજુર સંગઠનના લાભ મળે છે. પણ નાના કારખાનામાં કે અન્ય સ્થળ જિંદગી આખી ધસી નાખનારો મજૂર માંદો પડે કે વૃઘ્ધ થાય ત્યારે મોટા ભાગે ભૂખે મરે છે. સંગઠીત મજુરોની સરખામણીએ એને લગભગ કશું મળતું નથી. આપણા દેશમાં મોટાભાગના મજુરો અસંગઠીત હોવાથી એમને મજુર કલ્યાણ કાયદાના કશા લાભ મળતા નથી.

બજેટમાં ભવિષ્યની વાતો જોરશોરથી કરવામાં આવી છે અને ૨૦૨૩-૨૪ માં દેશના સર્વાગી વિકાસનાં આંબા-આંબલી બતાવવામાં આવ્યાં છે.

આપણાં દેશમાં સત્ર ર૦ ટકા જેટલા લોકો જ પોતાનો કર માણિકતાથી ચૂકવે છે. ખેડુતોએ આવકવેરો આપણનો હતો નથી અને દેશના ૩૦ ટકા લોકો  ગરીબીની રેખાથી નીચે જીવતા હોવાથી એમણે આ કર ભરવાનો રહેતો નથી. બજેટ અંગે અખબારો અને વીજાણુ માઘ્યમોમાં ઘણી ચર્ચા થાય છે અને બધી મઘ્યમ વર્ગ અને શ્રીમંતોને લાગુ પડે છે.

કેન્દ્રના આ બજેટમાં દેશના તમામ શ્રમિકોને હવે લધુમત વેતન આપવાની દરખાસ્ત છે તે નોંધપાત્ર છે.

અહીં બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે, બજેટ કરતાં એનો અમલ જ મહત્વનો હોય છે અને સંબંધિત અમલદારો તથા વહીવટકર્તાઓની નિયત મહત્વની બની રહી છે.

દેશના વિવિધ ક્ષેત્રોની અનુકુળતા પ્રતિકુળતાઓ ઉપર પણ એનું અવલંબન રહે છે…

ચારે બાજુ આજે હતાશા, નિષ્ફળ વ્યાપેલી જોવા મળે છે. આટલા વર્ષોની આઝાદીનો નિષ્કર્ષ શો? આજની પેઢીને આળસ, બેદરકારી અને અલ્લડવેડા ગમે છે. મઘ્યમ વર્ગની જીવનની ભીંસમાથી છટકવાની વૃત્તિનું એ પરિણામ હોઇ શકે. આપણા ચલચિત્રો, ક્રિકેટ કોમેન્ટ્રી, અને ટીવીનો એ પરિપાક હોઇ શકે. હળવું, આછકલું મનોરંજન સૌને આકર્ષે છે. માનવજીવનના વરણાગિયા વેડાને પ્રછન્ન રીતે વર્ણવતાં અને જીવનના અજંપાને અશ્ર્લીલતામાં ઢાંકવાનો પ્રયાસ કરતાં પુસ્તકો ક સૌને ગમે છે. ચારે તરફ નૈતિક મૂલ્યોનો હાસ થઇ રહેલો દેખાય છે. કેળવણી એટલે માત્ર ડીગ્રી મેળવી, ગમે તે ભોગે, ગમે તે રીતે કમાણી કરવી, એ જ આજના યુવાનનુ ઘ્યેય બની ગયું છે. દંત અને આછકલાઇ જીવનમાં વ્યાપી ગઇ છે. સ્થૂળ અને સંકુચિત સ્વાર્થ સફળતાનું ઘ્યેય બની ગયું છે. રોજબરોજના જીવનની રહેણી કરણી અને મોટાઇ પશ્ર્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં જ સમાઇ જતાં જોવા મળે છે.

આવી વિષય પરિસ્થિતિમાંથી ઊગરવાનો ઉપાય શો?

સમાજમાં આપણા નર્યા સંકુચિત સ્વાર્થને સ્થાને ફરજનો પુનિત ખ્યાલ જ આપણને એમાંથી ઉગારી શકે એમ છે. પણ એ ઘ્યેયને તો આજે લુણો લાગી ગયો છે.

આજે ય ધરતી ધનધાન્ય આપી રહી છે. સમૃઘ્ધિના અખૂટ ભંડારો ભર્યા પડયા છે. પાણી અને હવા આજે ય એવા જ વહે છે. જેટલા અગાઉ વહેતા હતા. પક્ષીઓ આજે ય એના ગીતોથી સવાર-સાંજને ગૂંજતા કરી મૂકે છે. સુરભિભર્યા ફૂલો મનને આહલાદકથી ભરી રહી છે. હિમાલયના ઉત્તુંગે શિખરો એવા જ અકબંધ ઉભા છે અને પતિતપાવની ગંગા પણ યાત્રીઓને બોલાવી રહી છે. તો યમુનાના જળની એ મસ્તી યુગજુની યાદોને સળવળાવી રહીછે. આમ આજે ય બધું જ એનું એ છે. સર્વ કંઇ છે. નથી માત્ર બ જ વસ્તુઓ યુવાનો અને મર્દાનગી

રાજકીય સ્વતંત્રતા મળીપણ રાષ્ટ્રને કશું પ્રાપ્ત ન થયું એ નિરાશા આજના ધમધમાવતો ચાલતો હોય દેશની કોઇપણ  સેવા માટે તત્પર હોય દુકાળ હોય કે અતિવૃષ્ટિ દેશબંધુની વહારે ધાતો હોય.

રાજકીય સ્વતંત્રતા મળી પણ રાષ્ટ્રને કશું પ્રાપ્ત ન થયું એ નિરાશા આજના યુવાનને ઘેરી વળી છે. યુવાન હતાશ, ઘ્યેય વિહીન બન્યો છે નવી પેઢી ચલચિત્રતા નાયક-નાયિકા સાથે તાદાત્મ્ય અનુભવી અભિનેતાઓના અનુકરણ કરી રહી છે. યુવતિઓ અભિનેત્રીઓના વસ્ત્રોલંકારોની ફેશન અપનાવી રહી છે.

કહે છે કે યુવાનોને નેતૃત્વ ન મળવાથી આમ આડો ફંટાઇ ગયો છે.

પણ નેતૃત્વ બહારથી નથી આવતું જો યુવાન જાગશે તો નેતૃત્વ આપમેળે પ્રગટ થશે. જગતભરની ક્રાંતિઓ યુવાનો દ્વારા જ કરાઇ છે. સમગ્ર રાષ્ટ્ર એવા યુવાનોની રાહ જોઇ રહ્યું છે જે કર્ણની માફક કહી શકે.

શાસનકર્તાઓની વિચારધારા અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ પણ આમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. સ્વામી વિવેકાનંદે સ્પષ્ટપણે દર્શાવ્યું છે.

પ્રાચીન ભૂતકાળમાં આપણા દેશ આઘ્યાત્મિક વિચારોમાં વિરાટ પ્રગતિ કરી હતી. આપણો એ ભવ્ય પ્રાચીન ઇતિહાસ આજે આપણી નજર સમક્ષ લાવીએ. પરંતુ એ ભુલાયેલી પ્રાચીન મહત્તાના ચિંતનમાં નવી વસ્તુઓ પ્રાપ્ત કરતાં આપણે થંભી જઇએ, પૂર્વજોની વીતી ગયેલ યશગાથાઓ ગાવામાં અને એનું ગૌરવ માણવામાં જ સંતોષ માનીને આપણે બેસી રહીએ એનું મોટું જોખમ છે. એની સામે આપણે સાવધ રહીએ, ભારતને હું ચાહું છું એને માટે મારા દિલમાં ભકિત છે. અને આપણા પૂર્વજો માટે મન માન છે. એ બધું હોવા છતાં હું વિચાર્યા સિવાયરહી શકતો  નથી કે બીજાં રાષ્ટ્રો પાસેથી આપણે ઘણું ખીશવાનું છે.

આપણે હંમેશા પ્રત્યેકના ચરણે બેસવા  તૈયાર રહેવું જોઇએ પ્રત્યેક વ્યકિત આપણને મહાન પાઠો પઢાવી શકે તેમ છે. એ વાત ઘ્યાનમાં રાખો, સાથે સાથે જગતને પણ આપણે મહાન પાઠ શીખવવાના છે એ હકિકત પણ આપણે વિસતી જવાની નથી.

ભારત બહારની દુનિયા સિવાય આપણને ચાલે તેમ નથી. આપણે ચાલશે એવું આપણે માન્યું એ આપણી મુર્ખાઇ હતી એના દંડરુપે આપણે એક હજાર વર્ષ ગુલાબી ભોગવી બીજા રાષ્ટ્રોની પરિસ્થિતિ સાથે આપણે સરખામણી કરતા ન રહ્યા. આપણી ચોમેર બનતા બનાવો આપણે નોંધ લીધી નહિ.  એ ભારતીય માનસના વિનિપાતનું એક મોટું કારણ છે. એક વાર આપણે દંડ ચૂકવ્યો. ફરીથી આપણે એ રખે કરીએ.

આ બધું જોતાં એવો ખ્યાલ ઉપસે છે કે અહીં જે કાંઇ ઉપર મુજબ જણાવાયું છે, એ બધાની પૂરેપૂરી અદલ કરતાં રહીને અને આ બજેટને પૂરેપૂરી પ્રમાીણકતાપૂર્વક અમલ કરીએ અને રાજકીય લાભાલાભને વશ થવાને બદલે તેમજ પક્ષીય હિતોની સંકુચિતતાને વચ્ચે લાવવાને બદલે એનો ન્યાયપૂર્ણ અમલ કરીએ! કારણ કે રાષ્ટ્રધર્મ બજાવવાનું ચૂકી જવાશે તો સ્વામી વિવેકાનંદની અને ઇષ્ટદેવની અવગણના કર્યા જેવું લેખાશે!

અહીં એવી અખબારી ટકોરની પણ નોંધ લેવી જોઇએ કે, ભારતીયો હવે ચાલો આ દેશને છોડી જઇએ, એવું શા માટે કહેવા લાગ્યા છે. ઓસ્ટ્રેલીયા પ્રતિ એમની દોડ છે… અમેરિકા, બ્રિટનને ઓસ્ટ્રેલીયાએ પાછળ રાખી દીધા છે. ઓસ્ટ્રેલીયાના સંમોહને આપણા યુવાનોને સમોહિત કર્યા હોવાનો ખ્યાલ ઉપસે છે ભારત સરકારે આ બાબતને ગંભીર ગણવી જ ઘટે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.