સ્ત્રીઓ કરતા પુરુષોને કેન્સર જેવી બિમારીના જોખમો ઘટાડવા ‘ટામેટું’ મદદ‚પ: અભ્યાસનું તારણ
- ‘લાલ લાલ ટામેટું
- ગોળ ગોળ ટામેટું
- રસથી ભરેલું ટામેટું
- નદીએ નહાવા જાતું તું
- લાલ સાડી પહેરતું તું
- ઘી ગોળ ખાતું તુંઅસ મસને ઠસ…’
આ વાંચીને બાળપણ યાદ આવી ગયું ને ? આપણા વડવાઓ દ્વારા વર્ષોથી નાના બાળકોને આ ‘બાળ કાવ્ય’ શીખવાતું આવ્યું છે. મોટાભાગના લોકોએ તેના ‘બાળ રમત’માં ઉપયોગ કર્યો હશે. દેખીતી રીતે તો આ એક કાવ્ય જ છે પરંતુ આપણા વડવાઓ કહેવાય છે તેમ ભણેલા ન હોય પણ ગણેલા જ‚ર હતા. આ કાવ્યમાં પણ રમત-રમતમાં લાલ-લાલ ટામેટાનું મહત્વ સમજાવ્યું છે પણ તેનો સર્ગ આપણામાંથી ઘણા ભણેલ-ગણેલ લોકો સમજી શકતા નથી.
જયારે ટામેટાની વાત કરીએ ત્યારે તે સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે. તે જાણવું જ‚રી છે. ઉપરોકત કાવ્યમાં આવે છે તેજ રીતે ટામેટું કરતા પણ વધારે સ્વાસ્થ્યપ્રદ છે. જયારે સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે આપણે હંમેશા પ્રોટીન, મિનરલ્સ વગેરે પોષણની યાદી બનાવીએ છીએ પરંતુ શરીરમાં પ્રવેશતા ‘ક્ધસર’ જેવા રોગો સામે લડવા માટે અને રોગપ્રતિકારક શકિત વધારવા માટે ટામેટાની અગત્યતાની અવગણના જ કરતા આવ્યા છીએ. ટામેટામાં એવા ઘણા તત્વો છે જે ઝેરી તત્વોને નાથવામાં મદદ કરે છે. ખાસ કરીને પુરુષોને પણ અમુક રોગો સામે રક્ષણ બક્ષે છે એવું એક નવા અભ્યાસનું તારણ છે. આ પ્રકારનો એક અભ્યાસ આહીયો સ્ટેટ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવ્યો હતો. જેનું તારણ સુચવે છે કે રોજબરોજના ખોરાકમાં ટામેટાના ઉપયોગ દ્વારા ચામડીના કેન્સરના જોખમો સામે રક્ષણ મળે છે. ખાસ કરીને પુરુષોને વધારે રક્ષણ આપે છે. જેનો પ્રયોગ પુરુષ ઉંદરો પર હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સ્ત્રીઓને આ કેન્સરની શકયતા જોવા મળી ન હતી.
ટામેટું એવું સ્વાસ્થ્યપ્રદ ફળ છે કે જે શરીરમાં કાર્બોનોઈડમાં પ્રવેશી ઝેરી તત્વો સામે રક્ષણ આપી શરીરના સેલને નુકસાન પહોંચતા અટકાવે છે. આહીયો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર તાતિયાના ઓબેરિઝીન કે જે એક પેથોલોજિસ્ટ છે તે જણાવે છે કે આ અભ્યાસનું તારણ સુચવે છે કે જાતિવિષયક અભ્યાસ મુજબ વિવિધ ચકાસણી કરતા સ્ત્રીઓ કરતા પુરુષો માટે વધારે લાભદાયી હોવાનું જણાયું છે. આ અગાઉ પણ રોજ ૧૦ વખત કરતા વધારે ટામેટાની બનાવટના ખોરાક અઠવાડિયા દરમિયાન લેવાથી કેન્સરની શકયતા ખુબ જ નજીવી ૧/૩ જેટલી આવી હતી. ચામડીને અલ્ટ્રાવાયોલેટ ડેમેજ સામે રક્ષણ આપે છે. ટામેટામાં રહેલી લાલાશ તેના તમો રહેલા લીકોપેન તત્વના કારણે છે. લીકોપેન જ તમામ ઝેરી તત્વો સામે લડી અને સારી અસર આપે છે.