ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની સિલ્વર જ્યુબિલીની ઉજવણી સંસ્થાના ૨૫ વર્ષ નિમિત્તે સિલ્વર જ્યુબિલી સોવિનિયરનું વિમોચન કરાયું 

નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે પોતાની નીતિમાં વર્તમાન જરૂરિયાત મુજબ ફેરફાર કર્યો હતો. એક સમય ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટીઓ હતી જ્યારે આજે કુલ ૬૭ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કાર્યરત છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની સિલ્વર જ્યુબિલીની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે નિરમા યુનિવર્સિટી અમદાવાદ ખાતે સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નિરમા યુનિવર્સિટીના સ્થાપક-અધ્યક્ષ અને પદ્મ કરશનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

IMG 20201003 WA0014

મુખ્યમંત્રીના હસ્તે સંસ્થાના ૨૫ વર્ષ નિમિત્તે ગાંધીનગરથી સિલ્વર જ્યુબિલી સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ૩ ઓક્ટોબરે આજે ૨૬મા સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવું પડતું હતું, તે સમયે ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટી અને કોલેજોને પ્રોત્સાહન આપવામાં આવતું ન હતું. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તે નીતિમાં બદલાવ કરીને હવે ગુજરાતમાં મેડીકલ, એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ જેવી ફેકલ્ટીમાં કોલેજ અને યુનિવર્સિટીઓને સેલ્ફ ફાયનાન્સ તરીકે મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે આજથી ૨૫ વર્ષ પહેલા નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો પ્રારંભ થયો હતો.શિક્ષણલક્ષી નીતિના પરિણામે ગુજરાતમાં અગાઉ મેડિકલની ૧૧૦૦ બેઠકો હતી તેમાં વધારો કરીને આજે ૬,૫૦૦ બેઠકો ઉપલબ્ધ કરાવી છે.

તેમણે કહ્યું હતું કે, નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરીને દેશ-વિદેશમાં નામ રોશન કરી રહ્યા છે. વડાપ્રધાનના નયા ભારત સ્વપ્નને સાકાર કરવા નિરમા સહિત ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થી પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપે તે આજના સમયની માંગ છે. આજના ટેકનોલોજીક યુગમાં દેશ-વિદેશની શિક્ષણ વ્યવસ્થાને ધ્યાને રાખીને આપણે કોર્સ તૈયાર કરવા પડશે. ૨૧મી સદીની જરૂરિયાત મુજબ શિક્ષણમાં રિસર્ચ, ઇનોવેશન, સ્કીલ અને કેપેસિટી બિલ્ડિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

IMG 20201003 WA0007

મુખ્યમંત્રીએ આવનાર સમયમાં નિરમા યુનિવર્સિટી ખૂબ પ્રગતિ કરે અને ગુજરાત અને ભારતના વિકાસમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરે તેવી અપેક્ષા સાથે સંસ્થાના ૨૫ નિમિત્તે અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG 20201003 WA0009

પદ્મ અને નિરમા યુનિવર્સિટીના અધ્યક્ષ  કરશનભાઇ પટેલે સિલ્વર જ્યુબિલી પ્રસંગે સૌને શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, નિરમા યુનિવર્સિટી હંમેશા ક્વોલિટી એજ્યુકેશન, રિસર્ચ અને ઇનોવેશન ઉપર ભાર મૂક્યો છે. વર્ષ ૧૯૯૫માં વ્યવસાયલક્ષી અને તકનીકી કોર્ષ શરૂ કર્યા બાદ વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં નિરમા યુનિવર્સિટીને સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટીની માન્યતા મળી હતી. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસને પ્રાધાન્ય આપવાના કારણે આજે નિરમા યુનિવર્સિટી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી રહી છે તેમ જણાવી  પટેલે આ ઉજવણીમાં ઉપસ્થિત રહેવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માન્યો હતો.

સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો. અનુપ સિંઘે સ્વાગત પ્રવચન કરીને સંસ્થાની ૨૫ વર્ષની સફળતા પૂર્વકના સફરની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે નિરમા યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના ઉપપ્રમુખ  કે. કે. પટેલ, ડો. આર. એમ. પટેલ સહિત વિવિધ વિભાગોના વડાઓ અને ફેકલ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.