ફી રેગ્યુલેશન એકટ-૨૦૧૭ અંતર્ગત નવા નિયમો અનુસાર હવે, શાળાઓએ શિક્ષક, નોન-ટિંચિગ સ્ટાફ વગેરેને ચુકવાતી રકમના રેકોર્ડસ રાખવા પડશે

ખાનગી શાળાઓમાં બેફામ ફી વધારાનો મામલો ઉગ્ર બન્યો છે. જે અનુસંધાને સરકારે ફી રેગ્યુલેશન એકટ-૨૦૧૭ અંતર્ગત નિયમો બહાર પાડયા છે. જેમાં રાજય સરકારે સ્પષ્ટ કહયું કે, ફી રેગ્યુલેટરી કમીટીએ નકકી કરેલ ફીના ધોરણોનું શાળાઓએ ફરજીયાતપણે પાલન કરવું ૫ડશે. આ નિયમો ભંગ કરતી શાળાઓને આકરો દંડ કરાશે. તેમજ નકકી ધારા-ધોરણ કરતા જેટલી વધુ ફી લીધી હશે તેની બે ગણી ફી વાલીઓને પરત કરવી પડશે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી રેગ્યુલેશન એકટ અંતર્ગત નિયમો જાહેર કરતા કહ્યું કે, રાજય સરકાર સીબીએસઈ, આઈસીએસઈ અને રાજય બોર્ડ સ્કૂલો આ નિયમોનું પાલન કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે. રાજય સરકારે પ્રાથમિક શાળાઓ માટે વધુમાં વધુ ફીની મર્યાદા ‚ા.૧૫,૦૦૦, સેક્ધડરી સ્કુલોમાં ‚ા.૨૫,૦૦૦ અને હાયર સેક્ધડરી સુધીમાં ‚ા.૨૭૦૦૦ની મર્યાદા નકકી કરે છે. જો કોઈ સ્કુલો આ મર્યાદા કરતા વધુ ફી લેતી જણાશે તો તેણે તેના બે ગણી ફી વાલીઓને ચુકવવી પડશે.

આ ઉપરાંત, નવા નિયમો હેઠળ શાળાઓને શિક્ષકો, નોન-ટિચિંગ સ્ટાફ વગેરેને કરાતી ચુકવણી અને આવકવેરા ડીડકટેડની નોંધ લેવા કહેવાયું છે. શાળાના આચાર્ય અથવા મેનેજમેન્ટ પાસેથી ફી રેગ્યુલેશન કમિટી (એફઆરસી) આ અંગેના બુકસ ઓફ અકાઉન્ટ માંગી શકશે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, એફઆર કમીટીને મહત્વના અને ખાસ એવા હકકો આપવામાં આવ્યા છે. જે દ્વારા કમિટી શાળાના અકાઉન્ટસ તપાસી શકશે અને ખાતરી કરી શકશે કે શાળા/ મેનેજમેન્ટનો હેતુ માત્ર નફા પુરતો નથી. આ ઉપરાંત, બોર્ડ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સ અનુસાર શાળાઓ વર્તે છે કે કેમ વગેરેની જવાબદારી આ કમીટીની રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.