કોરોના મહામારી બાદ નાણામંત્રી નિર્મલા સિતારમને સંતુલીત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. કરવેરા, ઉદ્યોગજગત, સામાન્ય લોકો સહિતના તમામ આર્થિક પાસાઓને ધ્યાને રાખવામાં આવ્યા છે. નવા કરવેરાના સ્થાને અન્ય અલગ અલગ સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની સાથો સાથ આર્થિક તંદુરસ્તી માટે બજેટ વેકસીન સમાન સાબીત થશે. બજેટમાં રોજગારીની તકો, ઉદ્યોગ સાહસિકતા સહિતના મુદ્દે પણ મહત્વની જાહેરાતો થઈ છે. ઉપરાંત એફએમસીજી, ઓટો મોબાઈલ, મેન્યુ ફેકચરીંગ, નિકાસ સહિતના ક્ષેત્રો માટે પણ આત્મનિર્ભરતા તરફની જોગવાઈ થઈ છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. જે અનુસંધાને અનેક નવી યોજનાઓ હેઠળ શૈક્ષણિક તેમજ સ્વાથયને લગતી સેવાઓ વધુ મજબૂત અને વ્યાપક બનશે.
હેલ્થ વેલ્થ: સરકાર સારવાર ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે
ન્યૂટ્રિશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ ૨.૦ શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાઇ વધારવામાં આવશે શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરવામાં આશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર ૧.૪૮ લાખ કરોડ ૫ વર્ષમાં ખર્ચ કરાશે. નિમોકોક્કલ વેક્સિન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. એમાં ૫૦ હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવવામાં આવશે. ૬૪,૧૮૦ કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે, આ જ બજેટમાં નવી બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે. ઉપરાંત ૬૦૨ જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે. ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. ૧૫ હેલ્થ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.
આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન કર્યુ. સરકાર તરફથી ૬૪૧૮૦ કરોડ રૂપિયા તેના માટે ફાળવવામાં આવ્યા છે અને સ્વાસ્થ્યના બજેટને વધારવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનિક મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
અમૃત યોજનામાં આટલા કરોડ રૂપિયા ફાળવ્યા
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યુ. જે અંતર્ગત શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે, તેના માટે ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેની સાથે જ નાણા મંત્રી તરફથી મિશન પોષણ ૨.૦નું એલાન કરવામાં આવ્યું છે.
શિક્ષણ માટે અગત્યની જાહેરાતો
NGO, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી ૧૦૦ નવી સૈનિક શાળાઓની શરૂઆત થશે. લદાખમાં હાયર એજ્યુકેશન માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાશે. આદિવાસી વિસ્તારમાં ૭૫૦ એકલવ્ય મોડલ શાળાની સુવિધાઓમાં સુધારા થશે. અનૂસૂચિત જાતિનાં ૪ કરોડ બાળકો માટે ૬ વર્ષમાં ૩૫૨૧૯ કરોડ રૂપિયા ખર્ચ થશે. આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પણ લવાશે.
દેશમાં ૧૦૦ નવી સૈનિક સ્કૂલ બનશે, લદ્દાખને સેન્ટ્રલ યુનિવર્સિટીની ભેટ
નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ૨૦૨૧-૨૨માં નેશનસલ એજ્યુકેશન પોલિસીનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે દેશની અંદર ૧૦૦ જેટલી નવી સૈનિક સ્કૂલ બનાવવામાં આવશે. જેના માટે ખાનગી ક્ષેત્રની પણ મદદ લેવામાં આવશે. નાણા મંત્રીએ પોતાના બજેટ ભાષણ દરમિયાન હાયર એજ્યુકેશન કમિશન બનાવવાની ઘોષણા પણ કરી છે. તેમણે કહ્યું કે તેના માટે કાયદામાં સંશોધન પણ કરવામાં આવશે. આ સિવાય નાણા મંત્રીએલદ્દાખના લેહમાં કેન્દ્રિય યુનિવર્સિટી બનાવવાની જાહેરાત પણ કરી છે. આ સિવાય દેશના આદિવાસી વિસ્તારોની અંદર ૭૫૮ એકલવ્ય સ્કૂલ બનાવવામાં આવશે. આ પ્રત્યેક સ્કૂલ પર ૭૫૮ કરોડ રુપિયાનો ખરેચ કરવામાં આવશે.ઉપરાંત બજેટમાં જણાવ્યા પ્રમાણે અનુસુચિત જાતિઓ માટે ૩૫ હજાર કરોડ રુપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે. જેનો લાભ ચાર કરોડ વિદ્યાર્થીઓને થશે.