ઉત્તેજીત અને ગુસ્સાવાળાને શિકારી ડોગ હોવાથી પ્રોટેક્શન અને સ્નીફર તરીકે આ ડોગ પ્રથમ પસંદગી છે: ભારતમાં તેને પાળનાર શ્વાન માલિકો ફક્ત 15 જોવા મળે છે
ડચ શેફર્ડ ડોગની સ્ટેમિના, રોગપ્રતિકારક શક્તિ પાવરફૂલ હોવાથી અન્ય ડોગની જેમ માંદા ઓછા પડે છે: આજકાલ સોશિયલ મીડિયામાં લોકોને બચાવતા વીડિયોમાં ડચ શેફર્ડ ડોગ જોવા મળે છે
પશુ-જનાવરના ઝુંડ માટે તેના માલિકો દ્વારા શેફર્ડ ડોગની પ્રજાતિ વિકાસાવી હતી. બધા જ દેશોમાં ત્યાંના પર્યાવરણ અનુસાર આ બ્રિડ વિકસાવી છે. મોખરાના સ્થાને જર્મન, ડચ, અમેરીકા વિગેરે દેશોએ પોતાની જરૂરિયાત મુજબ આ બ્રિડને વિકસાવી પોતાના દેશ પરથી તેનું નામ જોડીને બનાવ્યું. આથી જર્મન શેફર્ડ, બેલ્જિીયમ શેફર્ડ, ડચ શેફર્ડ , આલ્સેશિયન, સીલોક, બાય, કિંગ, બોહેમાઇન જેવા નામો પ્રચલિત થયા છે.
ડચ શેફર્ડની સ્ટેમિના, રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી બીજા ડોગની જેમ માંદા ઓછા પડે છે. તાલિમ આપવામાં પણ ખૂબ જ સહેલું પડે છે કારણ કે આ પ્રજાતિને નવુ-નવુ શિખવું ગમે છે. હાલ તેની બજાર કિંમત અંદાજે એક લાખ રૂપિયા જેવી છે. આપણા ગુજરાતમાં બે શ્વાનપ્રેમી પાસે આ બ્રિડ છે. સમગ્ર દેશમાં 10 થી 15 ડચ શેફર્ડ છે. દિલ્હી, બોમ્બેમાં આના ઉછેર બાબતે ડોગ માસ્ટર બ્રિડરો કાર્યરત થયા હોવાથી ત્યાં આની સંખ્યા બે આંકડે પહોંચવા આવી રહી છે, બીજી આ ડોગની વિશેષતામાં ઓછા વાળ હોવાથી ગ્રુમીંગ કરવાની જરૂરિયાત રહેતી નથી.
ડચ શેફર્ડનું વજન 30 થી 40 કિલો જેવું તે ઉંચાઇ 57 થી 62 સે.મી. જેવી હોય છે. વિદેશોમાં યુ.કે., જર્મની, નેધરલેન્ડ જેવા વિવિધ દેશોમાં લોકો સ્વરક્ષણ માટે તથા લશ્કરમાં વધુ ઉપયોગ કરે છે. તેમની સુંઘવાની શક્તિ પાવરફૂલ હોવાથી સ્નીફર તરીકે વધુ ઉપયોગ થાય છે. 12 થી 15 વર્ષ તેનું આયુષ્ય ગણાય છે. ડચ દેશના પશુઓ ચરાવતા હોય ત્યારે તેના રક્ષણ માટે ઉપયોગ વધુ થાય છે. આ માલિકોને બહુમુખી ડોગની જરૂરીયાત રહેતી હોવાથી આ કઠોરને બધા વાતાવરણમાં એડજસ્ટ કરે તેવી બ્રીડ હોવાથી ટૂંકાગાળામાં વિશ્વભરમાં પ્રચલિત થઇ ગઇ હતી.
ડચ શેફર્ડ લાંબા, ટૂંકા, મોટાવાળ વાળી પણ બ્રીડ હોય છે. મુખ્યત્વે બ્રીન્ડલ કલરમાં વધુ જોવા મળે છે. 1914માં માત્ર બ્રિંડલ કલરમાં જ હતા. તે વખતના આ ડોગ જર્મન શેફર્ડ અને બેલ્જિીયમ શેફર્ડ જાતીને મળતી હોવાથી તેને અલગ માન્યતા મળી. ડોગની દુનિયામાં ડચ શેફર્ડ આજે છે તે 100 વર્ષ પહેલા હતા તેવી જ બ્રિડ છે. ખેતરોમાં બીજા જાનવરો આવીને બગાડ ન કરે તે માટે આ શ્વાન બહુ જ સુંદર કામગીરી કરે છે. આ બ્રિડનો નેધરલેન્ડમાં ખૂબ જ વિકાસ થયો છે. આ શ્વાનને તાલિમબધ્ધ કરીને આજે પોલીસ ઉપયોગ કરે છે. અંધ માટે આ ડચ શેફર્ડને પ્રશિક્ષણ કરીને ખૂબ જ સારી કામગીરી વિદેશોમાં કરાય છે.
ખેતીમાં આધુનિક આવી જતા ડચ શેફર્ડની આબાદી ઓછી થતી જોવા મળે છે. માણસને તેની જરૂર ન જણાતા લોકો તેને હવે પાળતા ન હોવાથી આ સમસ્યા જોવા મળી રહી છે. 1940 થી 50માં તો આ પ્રજાતિ લુપ્ત થવાના આરે હતી. બીજા વિશ્વયુધ્ધ પછી નેધરલેન્ડમાં ડોગ પ્રજાતિના પ્રજનન ઉપર રોક લગાવતા ભોજન માટે ટળવળીને પણ ડોગ મૃત્યુ પામ્યા હતા.
તેમના જીનેટીકમાં વિવિધતા લાવવાને કારણે નવી બ્રિડ વિકસાવવા માટે પણ તેના ઉપયોગ થયો. બેલ્જિીયમ શેફર્ડ પ્રજાતિ તેને કારણે જ બની હતી. 1959માં બ્રીડ ક્લબના પ્રયાસોને કારણે ફરીથી પ્રજનન કાર્ય શરૂ થતા બેલ્જિીયમ લાયેકેનોઇસનો ઉપયોગ થયો. આજે તો ડચ શેફર્ડ એક દુર્લભ શ્વાન પ્રજાતિ છે. તેના વાળ લાંબા, ટૂંકા, મોટાના આધારે તેને નામાંકિત કરાય છે. ઘણા ડોગમાં તેનું મોઢું આખુકાળું જોવા મળે છે.
ડચ શેફર્ડ વફાદાર, વિશ્વાસુ, સતર્ક, સક્રિય, બુધ્ધિશાળીને આજ્ઞાપાલક હોય છે. તેને સોંપાયેલું કાર્ય સ્વતંત્ર રીતે પુરૂં કરે છે. આક્રમક સ્વભાવન હોય છે. 2008માં આના માટે હેલ્પલાઇન પણ શરૂ કરાઇ હતી.
રફવાળ હોવાથી અઠવાડિયામાં એકવાર બ્રશ ફેરવવું જરૂરી છે. વરસમાં બે વાર મરી ગયેલા વાળને હાથથી ફેરવીને કાઢવા પડે છે. ડચ પોલીસ ડોગ સ્કોડની સ્થાપના 1907માં કરવામાં આવી હતી. દર વર્ષે તેની જનજાગૃતિ માટે કાર્યક્રમ પણ યોજાય છે.
વૈશ્ર્વિકસ્તરે ડોગની વિવિધ બ્રીડનું રજીસ્ટ્રેશન કામ ચાલુ છે. જેમાં દુનિયાના બધા દેશોના ડોગના વિકાસ માટે, બ્રિડીંગ માટે પ્રજાતિ નવી કરવા વિવિધ કાર્યો થઇ રહ્યાં છે.
હાલ 100થી વધુ દેશો તેના સભ્યો છે. બધા દેશો પોતાની પે ડિગ્રી જાહેર કરે છે. અમેરિકામાં ડચ શેફર્ડ 1995માં નોંધ કરાય હતી. અમેરીકાના 50થી વધુ રાજ્યોમાં 25થી વધારે વિદેશી ડોગનું રજીસ્ટર કર્યું. હમણાં સોશ્યલ મીડીયામાં ડોગ લોકોને બચાવતા હોય તેવા વિડીયો જોવા મળે છે તે આ બ્રિડ છે.
ડચ શેફર્ડ મૂળરૂપથી જર્મન શેફર્ડ અને બેલ્જિીયમ શેફર્ડથી અલગ પડે છે. જેમાં તેના વાળ અને રંગ મહત્વના છે. બીજા વિશ્વયુધ્ધ પછી જર્મની લશ્કરમાં તેની વધુ સેવા લેવાઇ હતી. આ ડોગ શ્રેષ્ઠ પહેરદાર અને પરિવાર માટે વફાદાર હોય છે. માદા કરતા નર થોડા મોટા હોય છે. આ ડોગની બચાવ, શોધખોળ, ગાઇડ ડોગ ડ્યુટી, ફિલ્ડ ટ્રેનીંગમાં ખૂબ જ ચપળ હોય છે.
વિશ્વમાં અમેરીકામાં ડચ શેફર્ડ રેસ્ક્યુ નામથી સંગઠન કાર્યરત છે. આ ડોગ ઉર્જાવાનને એથ્લેટીક જેવું કાર્ય કરતો હોવાથી સંતુલીત પોષ્ટિક ખોરાકની જરૂર પડે છે. સુખા ભોજન આ બ્રિડ માટે શ્રેષ્ઠ હોય છે.
આજકાલ લોકો વિવિધ ડોગ પાળી રહ્યા ત્યારે આવા લાખેણા ડોગ પણ હવે લોકો પાળવા લાગ્યા છે. શેફર્ડ કુળના આલ્શેસિયન, જર્મન શેફર્ડ બેલ્જિીયમ શેફર્ડ સાથે હવે લોકો ડચ શેફર્ડ પાળવા લાગ્યા છે.માનવ જાતનું સૌથી શ્રેષ્ઠ મિત્ર ડોગ છે તે ક્યારેય માલિકને દગો નથી કરતું, પુરતી વફાદારી સાથે તેમનું રક્ષણ કરે છે.
વૈશ્વિકસ્તરે ડોગની વિવિધ બ્રીડનું રજીસ્ટ્રેશન
દુનિયાના બધા દેશોના ડોગના વિકાસ માટે, બ્રિડીંગ માટે પ્રજાતિ નવી કરવા વિવિધ કાર્યો થઇ રહ્યા છે. વૈશ્ર્વિક સ્તરે ડોગની વિવિધ બ્રીડનું રજીસ્ટ્રેશન પણ થઇ રહ્યું છે. હાલ આ પ્રક્રિયામાં 100થી વધુ દેશો જોડાયેલા છે. બધા દેશો પોતાની પે ડિગ્રી જાહેર કરે છે.
અમેરીકામાં આ બ્રીડનું સારૂ સંગઠન ઉભું થયું છે. ડચ પોલીસ ડોગની સ્થાપના 1907માં કરવામાં આવી હતી જે દર વર્ષે તેની જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજે છે. નેધરલેન્ડમાં આ બ્રીડનો ખૂબ જ વિકાસ થયો છે. ડચ શેફર્ડ આજે છે તે 100 વર્ષ પહેલા હતા તેવી જ બ્રીડ છે. તેને તાલિમબધ્ધ કરી પોલીસ વિભાગ શ્રેષ્ઠ ઉપયોગ કરે છે.