• એટીએસ અને કોસ્ટગાર્ડનું દિલધડક ઓપરેશન
  • ભારતીય સરહદમાં બોટમાં 40 કિલો ડ્રગ્સ લઈને ઘુસેલા 6 પાકિસ્તાનીની ધરપકડ: ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઇજિરીયન શખ્સે મંગાવ્યાનું ખૂલ્યું

સરકાર દરિયાઇ સુરક્ષાને સઘન બનાવવા કમર કસી રહી છે. ગુજરાતના દરિયાનો અને બંદરોનો દેશવિરોધી કે ગેરકાનૂની પ્રવૃત્તિ માટે ઉપયોગ ન થાય તે માટે ગૃહમંત્રાલય સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. જે અંતર્ગત એટીએસ અને કોસ્ટગાર્ડે દિલધડક ઓપરેશન પાર પાડી ગુજરાત નજીક દરિયામાંથી વધુ 200 કરોડનું ડ્રગ્સ પકડયુ છે.

ડ્રગ્સ મામલે હવે ગુજરાતનું તંત્ર એક્ટિવ બન્યું છે. ગૂજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે 200 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખ્સે આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. ડ્રગ્સ સાથે કુલ 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે.

ગુજરાત એટીએસએ વધુ એક વખત ડ્રગઝ માફિયાઓ પર તવાઈ બોલાવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈએમબીએલ પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ જાખું તટથી 33 નોટિકલ માઈલ દૂર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

  • તાજેતરમાં જ હર્ષ સંઘવીએ ડ્રગ્સ સામે આકરી કાર્યવાહી ચાલુ રાખવા અંગે આપ્યા હતા સંકેતો

harsh

  • છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પર  રીતસર હલ્લાબોલ કર્યો

ગૃહમંત્રીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે એક્શન લે છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ પકડે છે. ગુજરાત પોલીસ વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સ સામે કાર્યવાહી કરે છે. અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યો હતો. અનેક એજન્સી સાથે મળી ગુજરાત પોલીસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગોળીનો સામનો કરીને ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે.

  • ગુજરાત પોલીસને બદનામ કરવાની કોશિશ

હર્ષ સંઘવીએ ઉમેર્યું કે  અનેક રાજ્યના ડ્રગ્સના નેટવર્ક તૂટવાને કારણે ગુજરાત પોલીસને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યાં છે. જે લોકોએ મહેલોમાં જીવન ગુજાર્યું હોય, ક્યારેય જમીન પર ઊતર્યા ના હોય તે લોકો હવે ગુજરાત પોલીસને બદનામ કરી રહી છે. એવા સૌ લોકોને ગુજરાત એટીએસએ સણસણતો જવાબ આપ્યો છે. માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાત પોલીસે ભારત સરકારની વિવિધ એજન્સીઓની મદદથી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે.’

  • કોઈ સામે આવીને ડ્રગ્સ નથી આપતું, પકડવા માટે સાહસ કરવું પડે છે

તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશો ડ્રગ્સના રૂપિયાને કયા રસ્તે વાપરે છે તે આપણે સૌ જાણીએ છીએ. અમે ડ્રગ્સ પકડીએ છીએ તો પકડાય છે. કોઈ  સામે ચાલીને આવીને જમા કરાવી જતું નથી. સાહસથી આ કામગીરી કરવી પડે છે. ગુજરાત પોલીસ આ કામમાં આગળ પણ કાર્યવાહી કરતી રહેશે તેમાં કોઈપણ પ્રકારની પીછેહઠ કરવાની નથી.

  • ડ્રગ્સને લઈને રાજનીતિ બંધ થવી જોઇએ

હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજનૈતિક લોકો પર પ્રહાર કરતા રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે, ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરનારા લોકોને ઓળખવા જોઈએ અને તેમને શબક શીખવાડવો જોઈએ. જે દેશમાં સત્તાધારી લોકો છે તેમને ડ્રગ્સનું નેટવર્ક તોડવાની કામગીરી કરવી નથી. તેમને ખૂલ્લેઆમ ડ્રગ્સની લે-વેચ કરે છે. ત્યારે આંકડા દેખાડવા નથી. અમે ડ્રગ્સ પકડીએ છીએ, તો આંકડા પણ દેખાડીશું જ. ભલે આંકડા વધે પણ અમે કામગીરી ચાલુ રાખીશું. વધુ આંકડા આવે તો પણ વાંધો નથી. કામ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.