ગૃહિણીઓની તુલનાએ વ્યવસાયી સ્ત્રીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ બમણું થયું, મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા દોશીના માર્ગદર્શનમાં પિયેચડી વિદ્યાર્થિની વરું જીજ્ઞા અને મોર ભારતી એ 1143 સ્ત્રીઓ પર સર્વે કર્યો
આજના આધુનિક યુગમાં જયારે લોકો સમય સાથે દોડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે દરેક વ્યક્તિનાં જીવનમાં ક્યારેક ને ક્યારેક ડિપ્રેશનનો સામનો કરવો પડતો હોય છે.
જ્યારે વ્યક્તિ ના જીવન માં કોઈ એવો અણગમતો પ્રસંગ આવે કે બનાવ બને ત્યારે લોકોમાં દુ:ખની લાગણી આવે છે અને મુખ્યત્વે જોઈએ તો સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારે જોવા મળે છે.
પારીવારિક જવાબદારીઓ અને વધતી ઉંમર સાથે શારીરિક ફેરફાર દરમિયાન સ્ત્રીઓમાં વધુ ડિપ્રેશનનો ભોગ બને છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા દોશીના માર્ગદર્શનમાં પિયેચડી વિદ્યાર્થિની વરું જીજ્ઞા અને મોર ભારતી એ 1143 સ્ત્રીઓ પર સર્વે કર્યો..
સ્ત્રીઓમાં સ્ટ્રેસ… આ ચાર સમયે હોર્મોન્સમાં થતા ફેરફાર સૌથી જવાબદાર
- માસિક ધર્મ ચાલુ હોય ત્યારે 68% સ્ત્રીઓ ખૂબ જ સ્ટ્રેસ અનુભવે છે.
- લગ્ન થાય ત્યારે 56% સ્ત્રીઓ અત્યાધિક સ્ત્રેસમાં હોય છે.
- ગર્ભવતી હોય ત્યારે અને બાળક જન્મે ત્યારે 55.80% સ્ત્રીઓ અત્યાધિક તણાવ અનુભવે છે.
- માસિક બંધ થાય ત્યારે એટલે કે મોનોપોજ આવતા 72% સ્ત્રીઓ સ્ટ્રેસ, હતાશા અનુભવે છે.
સ્ત્રીઓમાં ડિપ્રેશનનાં લક્ષણો
– સ્ત્રીઓમાં મોનોપોઝ અથવા હોર્મોન્સમાં પરિવર્તન – નાનપણની કડવી યાદો- નિષેધક અનુભવ- દવાઓનું મુખ્ય સેવન – ચિંતા-સંબંધોમાં વારંવાર દબાણ-ખાલી સમય અને વ્યક્તિગત જગ્યાની ખામી-સ્ત્રીઓનું શોષણ-રઆત્મઘાતી વિચારો-ભવિષ્યની ચિંતા-મનોબળ ઘટી જવુ-કાબુમાં ન રહે તેવી અવ્યવહારું પ્રેરણાઓ થવી-જાતને દોષી સમજવી કે લાયક ન સમજવી-મોટાઈ બતાવવી કે અતિશય આશાવાદી બનવું-જાતીય ઈચ્છા ઘટવી કે સેક્સયુઅલ પ્રોબ્લેમ્સ થવા-શારીરિક દુખાવા થવા.