10 લાખ કરતા વધારે  પરિક્રમાર્થીઓની સલામતી માટે પોલીસ, આરોગ્ય, વહીવટી તંત્રએ સંકલન સાધ્યું

મોરબીમાં સર્જાયેલ દુર્ઘટના બાદ લીલી પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાથીઓની સુરક્ષા અને વ્યવસ્થા માટે જૂનાગઢનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને વન વિભાગ સજજ બન્યું છે. ચોકનું બન્યું છે તથા પરિક્રમાથીઓની તમામ પ્રકારની સુરક્ષા માટે જીણામાં ઝીણી બાબતોને ધ્યાને લઈ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને સતત અને સતત રીતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

આગામી તારીખ 4 નવેમ્બરથી ગરવા ગઢ ગીરનારની 36 કી.મી. લાંબી અતિ કઠિન એવી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખૂબ જ જોખમી ગણાતી આ પરિક્રમા દરમિયાન કોઈ અનિછનીય ઘટના ન ઘટે અને છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લીલી પરિક્રમા બંધ રહેવા પામી હતી ત્યારે આ વર્ષે પરિક્રમાથીઓની સંખ્યા પણ વધે તેવી પૂરી શક્યતાઓ અને સંભાવનાઓ છે ત્યારે તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા માટેના તમામ પગલાંઓ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને વન વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે.

ખાસ કરીને લીલી પરિક્રમા દરમિયાન રૂટ ઉપર અનેક સાંકડી જગ્યાઓ આવેલી છે, અને ત્યાં નીચે મોટી ખાણો આવેલી છે, ત્યારે આ જગ્યાએ કોઈ ધક્કા મૂકી ન થાય અને કોઈ અગત્યની ઘટના ન ઘટે તે માટે મુશ્કેલી લાગતી ઘોડીની જગ્યામાં તંત્ર દ્વારા મરામત કરાવી લેવામાં આવી છે. ઈટવા ઘોડીએ આરસીસી રોડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કપરા ચડાણ એવા નળ પાણીની ઘોડી અને માળવેલા ઘોડી કે જ્યાં ભાખોડીયા ભેળ પરિક્રમાર્થીઓને જવું પડતું હતું તેની જગ્યાએ આ રસ્તાઓનું રીપેરીંગ કરી લેવામાં આવ્યું છે અને હવે પરિક્રમાર્થીઓ ઉભા ઉભા જઈ શકે તેવી વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે રૂટ ઉપર આવતા પથ્થરોને દૂર કરી દેવામાં આવ્યા છે અને જે સાંકડા રસ્તાઓ હતા તેમને પહોળા કરવાની કામગીરી પણ વન વિભાગ એ પૂર્ણ કરી લીધી છે. જેને કારણે હવે સાંકડા રસ્તા ઉપર એક એક પરિક્રમાર્થી ચાલી શકતા હતા તેની જગ્યાએ ભીડ વગર એકી સાથે બે થી ત્રણ લોકો આ રૂટ ઉપર ચાલી શકશે.

આ સાથે જુનાગઢના અધિક કલેક્ટર, જૂનાગઢના જિલ્લા પોલીસવડા તથા વન વિભાગના ડી સી એફ સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ મોરબી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે 36 કિમી. પગપાળા ચાલીને પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને નાનામાં નાની બાબતોને ધ્યાને લઈને સત્વરે કામગીરી કરવા સૂચનો આપી દેવામાં આવ્યા હતા. જેને લઈને આ વખતે પરિક્રમાર્થીઓની કોઈ ભીડ ન થાય અને યોગ્ય સુરક્ષા તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી કરી લેવામાં આવી છે.

એક વાત મુજબદર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યા 10 લાખની આસપાસ રહેવા પામે છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે પરિક્રમા બંધ રહેવા પામી છે અને ખેડૂતોની મોસમ પણ હવે પૂર્ણતાના આરે પહોંચી છે. ત્યારે આ વર્ષે પરિક્રમાથીઓની સંખ્યા વધે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.