ઉમરગામ, રામ સોનગડવાલ: ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક ખાતે ઉમરગામ તાલુકા ભાજપ મહિલા મોરચા અને મરીન પોલીસના સંયુક્તપણે મરીને પોલીસ મથક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. મંત્રી રમણલાલ પાટકરએ વૃક્ષોની મહત્વતા સમજાવી હતી,અને કોરોના કાળમાં જે ઓક્સિજનની અછત વર્તાઈ હતી. તેની પૂર્તતા આ વૃક્ષો જ કરી શકે એવી વિશેષ જાણકારી આપી લોકોને વૃક્ષો વાવી સાથે તેનું જતન કરવું અતિ જરૂરી રહ્યું છે એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મરીન પોલીસ મથકના પીએસઆઇ શક્તિસિંહ ઝાલાએ પણ દરેક વ્યક્તિઓએ વૃક્ષ વાવવું જોઈએ તથા તેનું જતન સંપૂર્ણ રીતે કરવું જોઈએ અને સાથે શાંતિ અને સલામતી અર્થે કાયદાને માન આપી એને હંમેશા પાલન કરતું રહેવું જોઈએ એવી જાણકારી આપી હતી મરીન પોલીસ મથકના પટાગણમાં 50 જેટલા ફળોના વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વન આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર સહિત જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન હર્ષદ ભાઈ શાહ અને ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભાઈ ભંડારી તથા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ શક્તિસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેનાર મુકેશભાઈ પટેલ,દંડક દિપક મિસ્ત્રી,પ્રકાશ પટેલ મહિલા મોરચાના મહામંત્રી મનીષા બેન પ્રીતમનાની,ચિંતન પટેલ અશોક પ્રીતમનાની,દક્ષા બેન ધોડી,ચેતન ગજરે,રોહન બારી,જયેશ બારી,સરપંચ મહેશ માસિયા,ઉષા બેન માસિયા અને શૈલેષ હોડીવાલા તથા અન્ય ગામના અગ્રણીઓ અને પોલીસ કર્મીનો સ્ટાફ મોટી હાજરી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.