ધ ટી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ચાના પ્રમોશન માટે પ્લાનિંગ: ઉત્પાદકોનો પણ અભિપ્રાય લેવાશે
ચા ના ચસકાના રસિયાઓનો ભારતમાં ટૂટો નથી. સવાર પડતાની સાથે જ ચા અને છાપું ‘ભઈ’ ભારતીયોને તો જોઈએ જ. જોકે ચાના ગ્રાહકો તો છે જ પરંતુ તેનો વ્યાપ હજુ વધારવા માટે ‘ટી બોર્ડ ઈન્ડિયા’ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે. ચા ઉધોગને વધુ વિકસાવવા માટે જેનેટીક કેમ્પેઈનનું આયોજન કરવામાં આવશે. વર્ષ ૨૦૧૩માં ટી બોર્ડ એક કેમ્પેઈન લોન્ચ કયુર્ં હતું. ‘ચાય પીયો, મસ્ત રહો’ તો તેના પણ એક દસકા પહેલા આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો.
બોર્ડના સભ્ય બિધ્યાનાકા બાર્કાકોટેએ જણાવ્યું હતું કે, ચાનું ઉત્પાદન વધી રહ્યું છે માટે હવે તેનો વપરાશ વધારવો આવશ્યક છે. બિધ્યાનાકા ખુદ એક ચા ખેડુત છે અને છેલ્લા કેમ્પેઈનમાં તેમનો પ્રમુખ લક્ષ્યાંક વિદેશી કંપનીઓને આકર્ષવાનો હતો. કારણકે હાલ અમુક વર્ષોથી ચાની નિકાસને ફટકો પડયો છે ત્યારે તેઓ ચાનો વ્યાપ વધારવા માગે છે.
આ જેનેટીક સંગઠનનો લક્ષ્યાંક ચાને લાઈફ સ્ટાઈલ ડ્રિન્ક અને હેલ્થી ડ્રિન્ક તરીકે પ્રમોટ કરવાનો છે. આ કેફેના ફાઉન્ડર નીતિન સાબુજાએ જણાવ્યું હતું કે, બોર્ડ હાલ ઉધોગપતિઓની રાહે ચાલવા જઈ રહ્યું છે. જોકે આ એક અફવા છે કે યુવાનો ચા પીતા નથી, કારણ કે બોર્ડ શોધી કાઢયું છે કે યુવા પેઢી પણ ચા પીવે છે પરંતુ જો તેને તેની પસંદગીની ચા આપવામાં આવે તો. સાબુજાએ જણાવ્યું હતું કે તેથી યુવા પેઢીઓને ચા પીતા કરવામાં આવે તો બમણી પ્રગતી થઈ શકે તેમ છે. આ સંગઠન એક મોટુ કેમ્પેઈન કરવામાં આવશે. જેથી ઉપયોગ વધારી શકાય.
વાઘબકરી ચાના એકઝીકયુટીવ ડિરેકટર પારસ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારે ચા ઉધોગોને નિ:શુલ્ક પેપર કપ રોડની ચાની હોટલોને આપવા જોઈએ. આ કેમ્પેઈન મલ્ટિમીડિયા બને તેની નોંધ સૌ કોઈ લઈ શકે માટે ખૂબ જ જરૂરી છે. હાલ ચાના માથાદીઠ ઉપયોગથી દેશમાં સરકાર અને ઉધોગોની સહાયથી ચા ઉપયોગનો આંકડો ૬૫૦ ગ્રામે છે. જો આ વર્ષે ચાના વપરાશમાં ૩ ટકાનો વધારો નોંધાયો છે. જોકે ભારતનું ૧ વર્ષનું ચા ઉત્પાદન ૧૨૦૦ મિલિયન છે.જેમાં ૫૩ ટકા ફાળો આસામ ધરાવે છે. દેસાઈએ જણાવ્યું હતું કે, આસામના ઉત્પાદનનો ૬૦ ટકા હિસ્સો ગુજરાત દ્વારા વપરાય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને રાજસ્થાન ચાના રસિયાઓમાં સ્થાન ધરાવે છે.