ડેટા ઇઝ કિંગ !!!

વિદેશમાં ડેટા મોકલવા હોઈ તો તે દેશના ડેટા પણ ભારતમાં રહેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી !!!

કહેવાય છે કે ડેટા ઇઝ ધ કિંગ. સરકાર આ વાતને સાર્થક બનાવવા માટે ભારતના ડેટા દેશમાં જ રહે તે માટે લોકલ ડેટા સેન્ટરો ઉભા કરી રહ્યું છે ત્યારે એસોસિયેટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે કે સ્થાનિક સ્થળ ઉપર જ વધુને વધુ ડેટા સેન્ટરો ઉભા થવા જોઈએ કારણ કે ભારતના ડેટા જો ભારતમાં જ રહેશે તો કોઈ અન્ય પ્રશ્નો ઊભા નહીં થાય.

એટલું જ નહીં અન્ય એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે જો ભારતના ડેટા અન્ય દેશોમાં સ્ટોર કરવા હોય તો તે દેશના ડેટા પણ ભારતમાં જ રહેવા જોઈએ અને તે માટેના નવા નીતિ નિયમોને પણ અમલી બનાવવા જરૂરી છે. ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓનું માનવું છે કે હાલ આ ક્ષેત્ર માટે જે નવા નિયમો એટલે કે જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ અમલી બનાવવામાં આવ્યું છે તેનાથી ઘણા પ્રશ્નો ટેકનોલોજી ક્ષેત્રે ઉભા થઈ શકે છે.

સરકાર સ્થાનિક કંપનીઓને પણ ડેટા સેન્ટરો ઉભા કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે અને અનેકવિધ કંપનીઓ આગામી વર્ષ 2030 સુધીમાં મેગા વોર્ડ કેપેસિટી વધારીને પણ ડેટા સેન્ટરો ઉભા કરવા માટે પહેલ હાથ ધરી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર અને તેની સંલગ્ન સંસ્થાઓ ભારતના ડેટા ભારતમાં જ રહે અને ડેટાની સુરક્ષા જળવાય તે માટેના અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરી રહ્યું છે. ગુણવત્તાવાળા ડેટા સેન્ટરો ઉભા કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આવનારા સમયમાં પણ અદાણી જેવી મલ્ટીનેશનલ કંપની તરીયા ડેટા સેન્ટરો ઉભા કરશે.

વર્ષ 2023 : ટેકનોલોજી ક્ષેત્રે ગ્રહણ લાગ્યું, વિશ્વભરમાં હજારો કર્મચારીઓની છટણી

વર્ષ 2023 ટેકનોલોજી ક્ષેત્ર માટે માથું સાબિત થઈ શકે છે કારણ કે વિશ્વભરમાં હજારો કર્મચારીઓની છટણી કરવામાં આવી છે જેની પાછળનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક કોસ્ટ મેનેજમેન્ટ અને આવક છે એટલું જ નહીં નવા બિઝનેસ મોડલ બનતા ની સાથે જ ટેકનોલોજી કંપનીઓને ઘણી માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્ષ 2023 ની શરૂઆતના 15 દિવસમાં જ 91 કંપનીઓએ તેના 24000 કર્મચારીઓને છૂટા કરી દીધા છે અને ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે અને વધુને વધુ આ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓની છટણી કરે તો નવાઈ નહીં.  ઘણી કરવા પાછળનું બીજું મોટું કારણ પણ એ છે કે આ દરેક કંપનીઓ વાર્ષિક કર્મચારીઓના પર્ફોમન્સને પણ ધ્યાને લઈ રહ્યા છે જેમાં નબળું પ્રદર્શન ધરાવતા કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.