બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ દેશમાં રાજકીય શોક મનાવવામાં આવી રહ્યો છે. રાજકીય શોક દરમિયાન લાલ કિલ્લા અને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી લહેરાવવામાં આવે છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે અવસાન થયું હતું. ત્યારે સરકારની સૂચના અન્વયે મોરબીના ઉમિયા સર્કલ પર આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજને પણ અડધી કાઠીએ લહેરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મહારાજ ક્વીન એલિઝાબેથ બીજાનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. સ્વર્ગસ્થ મહાનુભાવના સન્માનમાં, ભારત સરકારે નિર્ણય લીધો હતો કે 11 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજ્ય શોક મનાવાશે. શોકના દિવસે સમગ્ર ભારતમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવાય છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ઝુકાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર કાર્યક્રમ થશે નહીં.જે નિર્ણયના પગલે મોરબીના ઉમિયા સર્કલ પર આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજને પણ અડધી કાઠીએ લહેરવામાં આવ્યો છે. અને લોકો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.