નર્મદાના નીર સૌરાષ્ટ્રના ડેમમાં ઠાલવી પાણી સમસ્યાનો હલ થશે તેમજ નર્મદાની ગાથા મોરબીના યુવાને ગીત સ્વરુપે રજુ કરી હતી. આ ગીત યુવાને તેના કંઠે રજૂ કર્યુ હતું.તો પરિવારે સંગીતનો સાથ આપી મધુર બનાવી દીધું હતું.

સૌની યોજના દ્વારા નર્મદાના નીરથી સૌરાષ્ટ્રના જીલ્લામાં આવેલા ડેમ ભરવાની રાજય સરકાર કામગીરી કરી રહી છે જેની જાણકારી લોકો સુધી પહોચાડવા નર્મદા મહોત્સવનું પણ આયોજન કરાયું હતું. મોરબી શહેર સહીત જીલ્લાના તમામ તાલુકામાં નર્મદા રથ ઘુમ્યા હતા. આ ઉજવણીના ભાગરુપે ગત ૧૭મી સપ્ટેમ્બર ના રોજ મોરબીના એક યુવાન અનીલભાઇ ખારેચાએ તેની કલમથી નર્મદા નદીનું મહાત્મય રજુ કરતી કૃતિની રચના કરી છે.

નર્મદાના પાણી છેવાડાના ગામ સુધી પહોંચે તો શું લાભ થઇ શકે છે. ભૂતકાળમાં પાણી વાંધે ગુજરાતની પ્રજાની શું હાલત થતી હતી. નર્મદા નીરથી પ્રજાને શું લાભ થશે. સહિતની જાણકારી ગીત રુપે રજુ કરાઇ હતી. યુવાનની આ કૃતિ ને મોરબીવાસીઓએ વખાણી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.