સુરક્ષા સેતુ સોસાયટી અને આઈડીયલ વુમન ટ્રસ્ટનું સંયુકત આયોજન: ગાણિતિક, ભાષાકિય ક્ષમતા, રિઝિયોનિંગ, મિરર ઈમેજ સહિતની કસોટીઓનું થયું માપન
સુરક્ષા સેતુ સોસાયટી અને આઈડીયલ વુમન એન્ડ સરકારી શાળા અને કોલેજનાં વિદ્યાર્થીઓની અભિ‚ચી અને બૌધ્ધિક કસોટીનું આયોજન પ્રોજેકટ ડાયરેકટર ડો. અલકા માંકડ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.કસોટીમાં સામાન્ય અને વિશિષ્ટ અભિ‚ચી અને બુધ્ધિ કસોટીઓ, ખ્યાલો, ગાણિતિક રીઝયોનિંગ અંગ્રેજી અને ગુજરાતી ભાષાકીય ક્ષમતા કસોટી, મિરર ઈમેજ, સંબંધ અને સબંધ, આકૃતિઓ વિધાન અને નિષ્કર્ષ કસોટી ધ્યાન કેન્દ્રીત કસોટીઓનું માપન કરવામાં આવ્યું હતુ.મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજ, ડી.જે.પી. અને એસ.વી.પી.કે અને મહેતા સ્કૂલ જોડાયા હતા. ટંકારા અને માળીયામીંયાણા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.શાળા અને કોલેજનાં પ્રથમથી ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા સર્ટીફીકેટ અને ડો. અનિલ અંબાસણા, ડો. મધુભાઈ કોઠારી અને ડો. અલકા માંકડના વાંચવા લાયક પુસ્તકો આપવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવામાં મોરબી કોલેજના પ્રોફે. સીમાબેન, ઉર્મિલાબેન, શાળાના બારોટબેન, ઈન્દીરાબેન પા‚લબેન, મિનાક્ષીબેન ઉપરાંત મુખ્ય મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત પ્રોજેકટ ક્ધવીર ડો. મુમતાઝ શેરસીયા કો.ઓર્ડીનેટર પૃથ્વીરાજ અને પ્રીતિ લાલચંદાણી, નિશા પિલોજપરા, સતત કાર્યરત છે.