મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલોસે દરોડો પાડી ચાર ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.
જાણવા મળ્યા મુજબ મોરબી લાતીપ્લોટ શેરીનં-૩/૪ વચ્ચે ખુલ્લી જગ્યામા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧) હાજીભાઇ સીદીભાઇ માજોઠી જાતે-મુસ્લીમ ઉ.વ-૬૦ ધંધો-ડ્રાઇવીંગ રહે-મોરબી કાલીકા પ્લોટ ભવાની સોડાવાળી શેરી (૨) રાજુભાઇ ભયલાભાઇ પરમાર જાતે-કોળી ઉ.વ-૩૬ ધંધો-મજુરી રહે-માધાપર ના જાપે જડેશ્વર ના મંદીર પાછળ મોરબી (૩) મામદભાઇ ઉર્ફે ગગજી કારાભાઇ ભટ્ટી જાતે-મીયાણા ઉ.વ-૬૨ ધંધો-મજુરી રહે-મોરબી કાલીકા પ્લોટ નર્મદા હોલની બાજુમાં અને (૪) ઇમરાનભાઇ ગફારભાઇ પરમાર જાતે-ઘાંચી ઉ.વ-૩૫ હે-મોરબી લાતીપ્લોટ જોન્સનગર શેરીનં-૮ વાળાને તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.જુગાર દરોડા મામલે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુ.ધા.કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી ગંજીપતા તથા જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડા રૂ-૫૫૫૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે આર.બી. વ્યાસ એ.એસ.આઇ. મોરબી સીટીએ ડિવી.પો.સ્ટે. વધુ તપાસ કરી રહ્યા છે.