બે જાણીતા નિષ્ણાંતોએ જર્મનીથી લાઈવ વિડીયો કોન્ફોરન્સના માધ્યમથી આઇટી અંગેનું વિશેષ માર્ગદર્શન આપ્યું
મોરબી શહેર ની વિવિધ અભ્યાસક્રમો ચલાવતી નામાંકીત ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજના બી.સી.એ. સહીતના આઈ.ટી. કોર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મેનેજમેન્ટ ગુરૂ દિગંતભાઈ ભટ્ટ તેમજ જર્મની હેનઓવર સ્થિત ઈ.ઓન. કંપની ના આઈ.ટી. ટ્રાન્ફોર્મેશન એન્ડ બિઝનેશના વડા વૈભવભાઈ પંડ્યાએ જર્મનીથી લાઈવ વિડીયો કોન્ફોરન્સ દ્વારા માર્ગદર્શન આપ્યુ હતુ.
બન્ને મહાનુભવોએ આઈ.ટી. અભ્યાસક્રમોનું મહત્વ તેમજ વિદેશમા ભારતિય ટેકનોક્રેટ્સ ની કેટલી માંગ છે તેના વિશે જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મની સ્થિત વૈભવ ભાઈના માતા પિતા આજે પણ મોરબીમા રહે છે. વૈભવ ભાઈ એ મોરબી આર્ટ્સ કોલેજમા અભ્યાસ કર્યા બાદ શોખ તરીકે કોમ્પ્યુટર શિખવાનુ શરૂ કર્યુ હતુ ત્યાર બાદ તેઓએ આ ક્ષેત્રે એટલી પ્રગતિ કરી કે ભારત ની મોટી મોટી કંપનીઓમા તેમને સેવા આપવાનો મોકો મળ્યો. ત્યાર તેઓને આખા જર્મની ને પાવર સપ્લાય પુરી પાડતી કંપની ઈ.યોન.દ્વારા હેડ બનાવવા મા આવ્યા. આજે તેમની નીચે વિદેશી ઓ કાર્ય કરે છે. તેમણે ૫૦ જેટલી કેપનીઓ સાથે ટાઈ અપ કરેલ છે. તેમની આ સફળતા ના રહસ્યો જાણી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. તેઓએ વિદ્યાર્થીઓ ને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા ની પણ વાત કરી હતી.
આ તકે સંસ્થાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, આઈ.ટી. હેડ હાર્દીકભાઈ ઉદાણી, અમિતભાઈ ભટ્ટ, ભાવેશભાઈ હડીયલ, પ્રહલાદભાઈ પરમાર, રાધીકાબેન, કીન્નરીબેન સહીતના ઉપસ્થિત રહ્યા હતા.