નગરપાલિકાની ઉદાસીનતાના કારણે લાતીપ્લોટમાં રોડ-રસ્તા ના કામો ન થતા લોકોને હાલાકી

IMG 20170717 WA0012મોરબીના બિઝનસ હબ સામ લાતીપ્લોટ વિસ્તાર પ્રત્યે તંત્રની ઉદાસીન ઇટીના કારણે રોડ રસ્તાના કામ કરવામાં ન આવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર લાતીપ્લોટ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને અહીંના વેપાર વાણિજ્ય ઠપ્પ થઇ જવા પામ્યા છે. મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ રસ્તા બનાવવાતો ઠીક ચોમાસા પૂર્વે પ્રિમોન્સુનની કામગીરી કરવાનું પણ મુનાસીબ ન સમજતા હાલમાં સમગ્ર લાતીપ્લોટ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે,લાતીપ્લોટ વિસ્તારમાં વાહન લઈને નીકળવું તો એક બાજુ રહ્યું ચાલીને નીકળી શકાય તેવી પણ હાલત નથી.હાલમાં લાતીપ્લોટ શેરીનામ્બર એક થી લઇ તમામ શેરીઓમાં ગંદાપાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબીને જગ પ્રસિદ્ધિ અપાવનાર ઘડિયાળ ઉધોગથી લઇ ગિફ્ટ આર્ટિકલ,ટાઇલ્સ અને ટ્રાન્સપોર્ટની અનેક બ્રાન્ચ જ્યાં આવેલી છે તેવા લાતીપ્લોટ વિસ્તારમાં પાણી ભરાય જતા મોટાભાગના કારખાનાઓ બંધ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.

લાતીપ્લોટમાં ગિફ્ટ આર્ટિકલની ફેક્ટરી ધરાવતા સંજયભાઈ ખત્રી, કિશોરસિંહ ઝાલા તથા નિરજભાઈ એ જણાવ્યું હતુંકે નગરપાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં અહીં પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં ન આવતા વરસાદી સીઝનમાં અમારા કારખાના સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. એ જ રીતે આ વિસ્તારમાં પ્લાસ્ટિક મોલ્ડિંગનો વ્યવસાય કરતા હસમુખભાઈ બદ્રકિયા તથા ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે લાતીપ્લોટ વિસ્તારના ઉધોગકારો દ્વારા નગરપાલિકાને નિયમિત પણે બધા કરવેરા ભરવામાં આવતા હોવા છતાં આ વિસ્તારમાં નગરપાલિકા સુવિધા આપવાનું ચુકી ગઈ છે એ જ રીતે ગામડાઓમાં રસ્તા બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય પણ લાતીપ્લોટની મુશ્કેલી સમજી શકતા નથી તે આશ્ચર્યજનક બાબત છે.

આ સંજોગોમાં જીએસટી પ્રત્યે જાગૃત બનીને સેમિનાર યોજતા ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ સંગઠન દ્વારા હવે સત્વરે જાગૃત બની લાતીપ્લોટની સુવિધા બાબતે લડત ચલાવવી જોઈએ તેવું ઉધોગકારો મણિ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.