કોરોનાના વધતા જતા કેસોને પગલે જિલ્લાનાં પ્રભારી હળવદની પરિસ્થિતિનું પણ નિરીક્ષણ કરશે
મોરબી જીલ્લાના પ્રભારી સચિવ મનિષા ચાંદ્રા આજે હળવદની મુલાકાત લેવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. હળવદમાં તેઓ ગ્રામ્ય વિસ્તારમાં જઈને પણ વ્યવસ્થાની સમીક્ષા કરે તેવી માહિતી મળી રહી છે. હળવદ તાલુકામાં પાછલા થોડા દિવસોથી કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ક્યારે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ આવતીકાલે શુક્રવારે હળવદ પધારવાના હોવાનું સતાવાર રીતે જાણવા મળ્યું છે.
હળવદ તાલુકાની સ્થિતિ જોઈએ તો તાલુકામાં કોરોનાના ૧૨ કેસો નોંધાયા છે. જેમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ૬ દર્દીઓ રિકવર થયા છે. જ્યારે હાલ ૫ જેટલા કેસો એક્ટિવ છે. વધુમાં ૫ કેસો નાના એવા ધનાળા ગામમાં નોંધાયા છે. આજ ગામમાં એક વૃદ્ધનું કોરોનાના પગલે મોત નીપજ્યું છે.ત્યારે મનિષા ચાંદ્રા જુના ધનાળા ગામની તેમજ ચરાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લ્યે તેવી પણ પ્રબળ સંભાવનાઓ છે. જીલ્લા પ્રભારી આરોગ્ય સચિવની હળવદની મુલાકાત લઈને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ ઝીણવટ ભરી માહિતીઓ મેળવવાના છે. વધુમાં તાલુકામાં કોરોના સામેની લડતમાં તંત્રએ જે વ્યવસ્થા ગોઠવી છે.તેની પ્રભારી આરોગ્ય સચિવ સમીક્ષા પણ કરવાના છે.