જવાબદારો સામે કડક પગલાં લેવાશે : બ્રીજેશ મેરજા
મોરબીમાં થોડા દિવસો પહેલ શરૂ થયેલો ઝૂલતો પુલ પર હજારો લોકોની અવર જવર રહેતી હતી.ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષને દિવસે રીનોવેશન કર્યા બાદ લોકો માટે પુલ ખુલ્લો મુકાયો હતો.
દિવાળીના તહેવારમાં 5 દિવસ દરમ્યાન આશરે 12 હજાર થી વધુ લોકોએ પુલની મુલાકાત લીધી હતી.
જેમાં આજે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા માથે ઉભેલા ૫૦૦ કરતા વધુ મુલાકાતીઓ મચ્છુ નદીના પાણીમાં ખબકયા હતા.100 લોકો નદીમાં પડ્યાની આશંકા છે.
હાલ પોલીસ કાફલો અને ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે.ઘટના સ્થળે 20 થી વધુ એમન્યુલન્સ પહોંચી.
રાજ્ય સરકારના મંત્રી બ્રીજેશ મેરજા , સાંસદ મોહનભાઇ કુંડારિયા સ્થળ પર પહોંચ્યા.બ્રિજેશ મેરજાએ માહિતી મેળવી જવાબદારો સામે પગલાં લેવા કાર્યવાહી કરશે.