મોરબીમાં વિકસેલો સિરામિક ઉદ્યોગ દેશ-દુનિયામાં વિખ્યાત બન્યો છે. સરકારના ટેકા કે સહાય વિના આપબળે જ મોરબીના ઉદ્યોગ સાહસિકોએ સિરામિક ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપી છે. પરંતુ હાલમાં સિરામિક ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે ત્યારે સીરામીક ઉદ્યોગમા સપ્લાય થતા નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોય આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશ મેરજા અને કનુ દેસાઈને મોરબી સીરામીક એસોસીએશનના પ્રુમખ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
મોરબી સીરામીક એસોસીએસનના પ્રુમખ મુકેશભાઈ કુંડારીયા સાથે ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દૃારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરી હતી.
પંચાયત મંત્રી બ્રીજેશ મેરજા સાહેબ અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સીરામીક ઉઘોઁગમા હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને અવગત કરતા હાલની પરિસ્થિતીને ઘ્યાનમા લઈને નાણાપ્રઘાને હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી.