વિશ્ર્વના સૌથી મોટા એકસ્પોમાં એક લાખથી વધુ મુલાકાતીઓ હાજરી આપે તેવી શકયતા
મોરબી સિરામિક એસોસીએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા આયોજીત વાઈબ્રન્ટ સીરામીક એકસ્પો ૨૦૧૭નો આજે દ્વિતીય દિવસ છે. આજરોજ સિરામિક એકસ્પો વેપારીઓથી છલકાઈ ગયો હતો. ૫૦ હજાર ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા સિરામિક એકસ્પોમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ તેમજ ૪૦૦થી વધુ બ્રાન્ડસની ડિઝાઈનો પ્રસ્તુત થઈ હતી. ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ ખરીદદારો આજે ઉમટી પડયા હતા. આ ઉપરાંત સ્થાનિક લોકોનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.
મોરબી સિરામીક એકસ્પોમાં ૭૦૦૦ કરોડના રોકાણો આવે તેવી આશા છે ગાંધીનગરના આંગણે વિશ્ર્વના સૌથી મોટા સિરામિક એકસ્પોનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક કંપનીઓના પ્રતિનિધિઓ પોતાની ડિઝાઈન અને ગુણવત્તા સાથે હાજર રહ્યાં છે. ચાર દિવસ સુધી ચાલનારા આ એકસ્પોમાં આજે બહોળી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા. વાઈબ્રન્ટ સિરામિક એકસ્પોને સફળ બનાવવા મોરબી સિરામિક એસોસીએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા છ માસથી દેશ-દુનિયાના તમામ દેશોનો પ્રવાસ કરી વ્યક્તિગત રીતે આમંત્રણ પહોંચાડવામાં આવી રહ્યાં હતા.
ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રન્ટ સિરામિક એકસ્પોના કારણે મોરબી સિરામિક ઉદ્યોગની પાંખો વૈશ્ર્વિક ફલક પર વધુ વિસ્તરી છે. અત્યાર સુધી મોરબીના ઉદ્યોગકારો વિશ્ર્વના મોટાભાગના દેશો સાથે વેપાર કરતા હતા. જો કે, હવે આ સિરામિક એકસ્પોના કારણે મહત્તમ દેશો સાથે વેપાર કરવામાં મોરબી સિરામિક ઉદ્યોગ માટે અનુકુળ વાતાવરણ ઉભુ થયું છે.
ફિનીશ સિરામિક પ્રોડકટ માટેનો આ વિશ્ર્વનો સૌથી મોટો એકસ્પો ગાંધીનગર ખાતે આયોજીત છે. જેમાં દેશ-વિદેશના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક કંપનીઓએ પોતાના ઉત્પાદન ડિસ્પલેમાં મુકયા છે.
ઈટાલી અને સ્પેન કરતા વધુ ગુણવત્તાસભર અને ડિઝાઈનર ઉત્પાદનો માટે જાણીતા મોરબીને આ એકસ્પોથી અનેકગણો ફાયદો થશે.
ભારત દુનિયામાં સૌથી મોટું દ્વિતીય ટાઈલ્સનું બજાર છે. વાઈબ્રન્ટ સિરામિકની પ્રથમ આવૃતિ ગત વર્ષે યોજાઈ હતી. જેનાથી મોરબી સિરામિક ઉદ્યોગને ખુબજ ફાયદો થયો હતો.
ગત વર્ષે યોજાયેલ સિરામિક એકસ્પોમાં કરોડો ‚પિયાનો વેપાર થયો હતો. ગત વર્ષે ૨૨ દેશોમાંથી ૬૧૦થી વધુ વિદેશી મોવડીઓએ ભાગ લીધો હતો.
જયારે ચાલુ વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી વેપારીઓ મુલાકાત લઈ રહ્યાં છે. આ વર્ષે ગત વર્ષ કરતા એકસ્પો અનેકગણો મોટો છે.
વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં ભારત અને ઓમાન વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ઓમાન હવે મોરબીની ટાઇલ્સ ખરીદી કરશે અને બન્ને દેશો મોરબીની ટાઇલ્સ અને સેનેટરી ઉત્પાદનોનું પ્રમોશન પણ કરશે.
ગાંધીનગર ખાતે આજથી શરૂ થયેલ વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો-૨૦૧૭ અંતર્ગત અનેક પ્રકારના એમઓયુ થનાર છે ત્યારે ઉદ્ઘાટન સમારોહ ભારતીય ટાઇલ્સ અને સેનેટરીવેર્સ ઉત્પાદનોના સૌથી મોટા બાયર ગણાતા ગલ્ફક્ધટ્રીના દેશો પૈકી આજે મોરબી સિરામિક એસોસિએશન અને ઓમાન વચ્ચે મહત્વના એમઓયુ કરવામાં આવ્યા હતા.
જેના પરિણામે હાલ ગાંધીનગર, અમદાવાદ, કડી સહિતના તમામ શહેરોની હોટલો ફૂલ થઈ ગઈ છે. ગાંધીનગરમાં એકસ્પોને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબી સિરામિક ઉદ્યોગની પ્રોડકટને વિશ્ર્વફલક ઉપર લઈ જવા આ એકસ્પો અતિ મહત્વપૂર્ણ સાબીત થઈ રહ્યો છે.
ચાર દિવસીય આ ઈવેન્ટમાં કુલ ૧ લાખથી વધુ લોકો મુલાકાત લેશે. એવી શકયતા સેવવામાં આવી રહી છે.
સિરામિક એકિઝબિશનથી કંપનીને મોટો ફાયદો: નિકુંજભાઇ
નિકુંજભાઇ (એવન્યુ ઇન્ડસ્ટ્રીઝ) ના ઓનરએ જણાવ્યું હતું કે અમારી કંપનીને ૪ વર્ષ થયા છે. તેમજ અમે ડેકોરેટીવ એકસ્ટ્રા ઓડિનરી આઇટમો બનાવીએ છીએ. આ એકિઝબિશનમાં પાર્ટ લઇને કંપનીને ઘણો ફાયદો થશે તેમજ અમને સારું પ્લેટફોર્મ મળ્યું છે. આ ઉ૫રાંત લોકોનો પણ સારો રીસ્યોન્સ મળી રહ્યો છે.
એકસ્પોમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.: પી.કે.રાશીધરન
પી.કે. રાશીધરન (સેરા સેનેટરી વેરા લિમિટેડ) સેરાએ ૩૭ વર્ષ જુની કંપની છે. અમે સેનેટરીવેરનું ઉત્પાદન કરીએ છીએ. આજે અમે ૩.૫ મીલીયન પીસ સેનેટરી વેરને પ્રોડયુસ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં અમે ફોરસેટસના મેન્યુફેકચર પર આગળ વધી રહ્યા છીએ. તેમજ ટાઇલ્સ મેન્યુફેકચરીંગ પર પણ આગળ વધીશું આજે પહેલી વાર અમે વાયબ્રન્ટ સિરામીક એકસ્પોમાં ભાગ લીધો છે. તેમજ લોકોનો અને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વિશ્ર્વમાં ૯માં ક્રમાંકે અમારી કજરીયા સિરામિક લિમિટેડ: બી.જી.વ્યાસ
જી.બી.વ્યાસ (કજરીયા સિરામીક લિમિટેડ)ના ઓનરે જણાવ્યું હતું કે કજરીયા સિરામીક લિમિટેડ ઇન્ડસ્ટ્રી છેલ્લા ૩૦ વર્ષથી સિરામીક ઇન્ડસ્ટ્રીમાં છે. અમારે સિરામીક વોલ એન્ડ ફલોર, પોસ વિટ્રીફાઇ, ગ્લેઝ વિટ્ીફાઇ ટાઇલ્સ અને સેનેટરી વેરનું અમે ઉત્૫ાદન કરી રહ્યા છીએ. અમારા ૧૦ પ્લાન્ટ છે. થોડા મહીનાઓ પહેલા જ અમને વર્લ્ડની ૯મો રેન્કીંગ કંપનીમાં સામેલ કરાયા છે. અમારા ૧૦,૦૦૦ ડિલર છે. આ એકિઝબિશનનું ખુબ જ સુંદર આયોજન થયું છે. તેમજ આ મોટા પ્લેટફોર્મ પર પાર્ટ લઇને બિઝનેસમાં પ્રોફીટ તેમજ રીલેશનશીપ ડેવલોપ થઇ રહ્યાં છે જે ખુબ સરાહનીય છે.
એકિઝબિશનથી મોટું પ્લેટફોર્મ મળ્યું: સ્મિત હિરાણી
સ્મિત હિરાણી (રીઅલ વીટ્રીફાઇડ) એ જણાવ્યું કે અમે વિટ્ીફાઇડ ટાઇલ્સ, પરસ્યુઇગ બોડી અને હાઇગ્લોસ સીરીઝમાં કામ કરીએ છીએ. આ એકિઝબિશન દ્વારા મોટું પ્લેટફોર્મ મળ્યું છે. તેમજ વર્લ્ડ લેવલે સિરામીક એકસ્પોનું આયોજન થયું છે. જેથી એક છત નીચે બધી કંપનીઓ બીઝનેશ કરી શકે છે. આ ઉપરાંત બધી કંપનીને પોતાની પ્રોડકટ હાઇલાઇટ કરવાની તક મળે છે. અમને હાલ લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ એવું શુગર વીથ પંચ: નિમિષ કાસુન્દ્રા
નિમિષભાઇ કાસુન્દ્રા (ન્યુપર્લ વીટ્રીફાઇડ) એ જણાવ્યું કે અમે જીવીટી અને પ્રીમીયર ટાઇલ્સના મેન્યુફેકચર છીએ. હાઇડલોસ ફિનીશીંગ વોલવેટીંગ ફિનીશીંગ વગેરે અમારી ખાસિયત છે. સુગર વીથ પંચએ નવું અમે ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા છીએ. જે નવી તેમજ ઇનોવેટીવ છે. ભવિષ્યમાં પણ નવી ડીઝાઇન્સ લાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. વાયબ્રન્ટ એકઝીબીશનમાં અમને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.