- યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમના 300 થી વધુ બલોકોએ ફનફેરમાં લીધો ભાગ
- બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્ય સાથે કરાયું સમગ્ર આયોજન
Morbi : નાલંદા કિડ્સ ઘુનડા બ્રાન્ચના યુ-કેજીના નાના બાળકો દ્વારા ફનફેરનું આયોજન કરાયું છે. તેમજ ખાસ વાત એ છે કે, મોરબીમાં પ્રથમ વખત સેકન્ડરી કે હાયર-સેકન્ડરીના વિદ્યાર્થીઓ નહીં, પણ નાનકડા યુ-કેજીના બાળકોએ આ મહત્વનું આયોજન સફળતાપૂર્વક પૂરું કર્યું છે.
અનુસાર માહિતી મુજબ, મોરબીની નાલંદા કિડ્સ ઘુનડા બ્રાન્ચ, જ્યાં ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમમાં 300 થી વધુ બાળકો શિક્ષણ લે છે. ત્યારે આજરોજ અહીં એક વિશેષ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ ફનફેરની વિશિષ્ટતા એ હતી કે સામાન્ય રીતે મોટા બાળકો આ પ્રકારની ઇવેન્ટનું સંચાલન કરે છે, પરંતુ અહીં ફનફેરનું આયોજન ફૂડ સ્ટોલ અને અન્ય પ્રવૃત્તિઓ સહિતનું સમગ્ર આયોજન યુ-કેજીના બાળકો દ્વારા કરાયું હતું.
આ દરમિયાન નર્સરી, પ્લે હાઉસ અને એલ-કેજીના બાળકો તથા તેમના માતાઓએ આ ફનફેરમાં ભાગ લીધો અને આનંદ માણ્યો હતો. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે, આ ઇવેન્ટ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવી હતી, અને તેમનો પ્રતિસાદ પ્રેરણાદાયક રહ્યો હતો.
અહેવાલ : ઋષિ મહેતા