અપહરણ કરી રાજય બહાર લઇ જઇ બંને અપહરણકારે પરિવાર સાથે એક વખત મોબાઇલમાં વાત કરાવી પૈસાની માગણી કરી
હળવદ પોલીસે મોબાઇલ નેટવર્કના આધારે લોકેશન મેળવી ઉત્તરના રાજયમાં તપાસનો દોર લંબાવ્યો: શેર ટ્રેડીંગની ઉઘરાણીમાં અપહરણ થયાની શંકા
મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા જેટકોના કર્મચારીનું ચરાડવાથી બે શખ્સોએ અપહરણ કરી ગુજરાત બહાર લઇ જઇ ચાર દિવસથી ગોંધી રાખ્યા બાદ અપહૃતને મોબાઇલમાં એક વખત વાત કરાવી પૈસાની માગણી કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઇલ લોકેશનના આધારે વિપ્ર યુવાનને હેમખેમ બચાવી અપહરણકારોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા અને ચરાડાવા ખાતે જેટકો ઓફિસમાં લાઇનમેન તરીકે નોકરી કરતા અમિતભાઇ મનસુખભાઇ ઇઢાટીયા નામના 27 વર્ષના વિપઆ યુવાનનું ગત તા.4 એપ્રિલે મોરબી-હળવદ રોડ પરથી અપહરણ થયા એંની અને તેને ગુજરાત બહાર લઇ જઇ પૈસાની માગણી કર્યા અંગેની અપહૃતના ભાઇ મેહુલભાઇએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગત તા.4 એપ્રિલે અમિત ચરાડવા ખાતે નોકરી પર ગયો હતો અને સાંજે પરત આવ્યો ન હોવાથી અને તેનો મોબાઇલ સ્વીચ ઓફ હોવાથી પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી. અને સહ કર્મચારી રુત્વિક પટેલને પુછપરછ કરતા તેઓ ચરાડવા સુધી સાથે હોવાનું જણાવ્યું હતું અમિત મોરબી આવવા વાહનની રાહ જોતો હોવાનું કહ્યું હતું.
દરમિયાન ગઇકાલે સવારે નવેક વાગે અમિતના મોબાઇલમાંથી તેના પિતા મનસુખભાઇના મોબાઇલમાં રીંગ આવતા તેની સાથે વાત કરતા અમિતે પોતાનું બે શખ્સએ અપહરણ કરી અજાણી જગ્યાએ લઇ ગયા છે. તે કયાં છે તે ખબર નથી રુમમાં પુરી દીધો છે. તેઓને પૈસા આપવા પડશે તેમ કહી મોબાઇલ કાપી નાખ્યો હતો.
હળવદ પોલીસ મથકના ઇર્ન્ચા પી.આઇ. વી.પી.ગોલ સહિતના સ્ટાફે બે અજાણ્યા શખ્સો સામે અપહરણ અને ગોંધી રાખ્યા અંગેનો ગુનો નોંધી મોબાઇલ લોકેશનના આધારે અપહરણકારનું પગેરુ મેળવવા અને અપહૃતને હેમખેમ બચાવવા કવાયત હાથધરી છે. બીજી તરફ અમિત શેર ટ્રેડીંગ કરતો હોવાનું તેની ઉઘરાણીના પ્રશ્ર્ને અપહરણ થયું હોવાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.