એક મહિલાને ખમણ કાપવાની છરી ઝીંકી: અન્ય મહિલાને વાળ ખેંચી માર માર્યો: બે મહિલા સહિત આઠ સામે નોંધાતો ગુનો

મોરબીમાં રામ ચોક પાસે આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં વાહન પાર્ક કરવા મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય છે. જેમાં સામસામે મારામારીમાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે બે મહિલા સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં વર્ધમાન રેસીડેન્સીમાં રહેતા અને રામચોકમાં આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં પાટીદાર ક્ધસલ્ટન્ટ નામે ઓફીસ ધરાવતા શ્વાતીબેન પીયૂષભાઈ અઘારા (ઉ.વ.32) ગઈકાલે પોતાના નિત્યક્રમ મુજબ પોતાની ઓફિસે આવી કોમ્પ્લેક્સના નીચે પાર્કિંગમાં પોતાનું હીરો માઈસ્ટ્રો વાહન પાર્ક કરતા સામે વાળા ભવાની ખમણ વાળા સ્મિતાબેન નવનીત રૂપારેલીયા, નવનીત બાબુલાલ રૂપારેલીયા, કરણ નવનીત રૂપારેલીયા અને ધ્રુવ નામના શખ્સોએ અહીં વાહન પાર્ક ન કરવુ અહીં અમારે ગ્રાહકોને બેસાડવા હોય કહી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી સ્મિતાબેને ખમણ કાપવાની છરી મારી ત્રણેય પુરુષોએ શ્વેતાબેનને પકડી રાખી માર માર્યા બાદ જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ઘટના પોલીસમાં નોંધાય છે.

જ્યારે સામે પક્ષે સ્મિતાબેન નવીનિતભાઈ રૂપાલેલીયાએ શ્વાતીબેન પીયૂષભાઈ અઘારા, પીયૂષ જયંતી અઘારા, અભય અને સૌરવ નામના આરોપીઓ વિરુદ્ધ પાર્કિંગની જગ્યામાં ગ્રાહકોને બેસાડવા હોય વાહન પાર્ક કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ચારેય આરોપીઓએ હુમલો કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એન એસ મેસવાણિયાએ સામસામે બે મહિલાઓ સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.