હરીફ ઉમેદવારે કરેલી ફરિયાદના પગલે મોરબી તાલુકા વિકાસ અધિકારીએ હોદા પરથી દૂર કરવા હુકમ કયો

અબતક,ઋષી મહેતા, મોરબી

ચાર ચાર સંતાનો ધરાવતા ઉમેદવારે સૌથી નાના સંતાનની જન્મ તારીખમાં ઘાલમેલ કર્યાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જાણવા મળતી વિગતો અનુસાર તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત મોરબી તાલુકાની ગ્રામ પંચાયત માટે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જેન્તીભાઈ માધુભાઈ વરાણીયા એ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા ઉમેદવારીપત્રમાં ચાર સંતાનો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમના ચોથા નંબરના જયરાજ નો જન્મ 2004માં થયો હોવાનું દર્શાવ્યું છે જે સદંતર પણે ખોટું હોવાનું તેમના હરીફ સરપંચ પદના ઉમેદવાર જશુબેન પરસોત્તમભાઈ સાબરીયા એ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયત કચેરીના સંબંધિત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

જે તે સમયે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જેન્તીભાઈ માધુભાઈ વરાણીયાને કુલ ચાર સંતાનો છે. તેમજ તે અન્વયે એક બાળકનો જન્મ અને 2005ની સાલ બાદ થયેલ હોવાનું જણાવી ગુજરાત પંચાયત એક્ટ-1993 ની કલમ 30 (એમ) મુજબ જો કોઈ વ્યક્તિને બે કરતા વધારે બાળકો હોય તો તે પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે ગેરલાયક ગણાશે. પરંતુ જો કોઈ વ્યક્તિને બે કરતા વધારે બાળકો તારીખ 04-08-2005 પહેલાંના હશે તો તે ગેરલાયક બનશે નહીં વધારે બાળકોનો જન્મ એક વર્ષની અંદર થયેલ હશે તો તે વિચારણામાં લેવામાં આવશે નહીં (તારીખ 03-08-2006 સુધીમાં) વધુમાં જો એક અથવા વધારે બાળકો તારીખ 03-08-2006 પછી જન્મેલ હશે તો તે વ્યક્તિ ગેરલાયક ઠરશે. તેના નિયમો ની ઝેરોક્ષ પણ સાથે સામેલ કરી ઉમેદવારે રજુ કરેલ ફોર્મ ની નકલ પણ રજૂઆત સાથે જોડવામાં આવી હતી.

આ સંજોગોમાં જેન્તીભાઈ માધુભાઈ વરાણીયાએ ઉમેદવારી ફોર્મમાં ખોટી હકિકત દર્શાવેલ હોવાથી કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી હતી જેથી ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજકારણમાં જોરદાર ગરમી માં આવ્યો હતો અને ચોંકાવનારી રજૂઆતને પગલે સંબંધિત તંત્ર પણ તપાસ માટે દોડતું થયું હતું.જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે સરપંચ બનવાની હોડ જામી હોય છે ત્યારે સરપંચ બનવાની લાઇફમાં આવા ખોટા પુરાવાઓ રજૂ કરનાર સામે તંત્રએ કડક પગલાં લઇ આજે મોરબી ટીડીઓ દ્વારા ચુકાદો આપતા સરપંચ જયંતીભાઈ માધુભાઈ વરાણીયા ને ગેરલાયક ઠેરવતાં હાલમાં તાજપર ગ્રામ પંચાયત સરપંચ નો ચાર્જ ઉપસરપંચ ને સોંપવામાં આવ્યો છે.આમ મોરબી ટીડીઓએ રાજપર ના સરપંચ જયંતિ વરાણીયા એ પુરાવામાં ચેડા કર્યા હોવાનું સાબિત થતા સરપંચ પદેથી ગેરલાયક ઠેરવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.