મોરબીના લખધીર પુર રોડ પર આવેલ ટોક્યો સ્પામાં મોરબી પોલીસની હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે રેઈડ કરી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડી સ્પાનાં માલિક સહીત ત્રણને ઝડપી પાડી રૂ.૧૬,૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પોલીસે સ્પામાંથી ભોગ બનનાર મહિલાઓને મુક્ત કરાવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડના પીઆઇના માર્ગદર્શન હેઠળ મોરબી પોલીસની હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા મોરબીના લખધીર પુર રોડ પર આવેલ ટોક્યો સ્પામાં રેઈડ કરવામાં આવી હતી અને સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધું હતું. તેમજ ટોકિયો સ્પાના સંચાલક વિપુલ રામાશ્રય પાંડે (રહે.યમુનાનગર મોરબી) તથા સંચાલકે ગ્રાહકો શોધવા કામે રાખેલ સાગર મનસુખભાઇ સારલા (રહે.યમુનાનગર મોરબી) અને જીવણ બચુભાઈ ચાવડા (રહે.લાલપર, મોરબી) નામના શખ્સો મળી કુલ ત્રણને પકડી પાડ્યા હતા. અને ભોગ બનનાર મહિલાને છોડાવી હતી. અને આરોપીઓ પાસેથી રોકડ અને કોન્ડમ જેવી વસ્તુઓ મળી કુલ રૂપિયા ૧૬,૧૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.