એલ.ઇ.કોલેજ, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા પર્વ
ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે.
કોવિડ-2019 ની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં લોકડાઉનમાં રાજયના આ ક્ષેત્રના કારીગરોના ધંધા-રોજગારને અસર પડેલ હોય તેમના ધંધા-રોજગારને વેગ આપવા માટે સરકારશ્રીના એક ડગલુ આત્મનિર્ભરતા તરફ લઇ જવાના પગલારૂપે આવા કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઇ ફરી રાબેતા મુજબનું જીવન પંથે આગળ વધે તેવા શુભ આશયથી કોવીડ-1ડ અન્વયે સરકારની ગાઇડલાઇનના તમામ નિયમોના પાલન સાથે ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા તા.05-03-2021 થી તા.14-03-2021 દરમ્યાન એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી ખાતે મહાશિવરાત્રી હસ્તકલા પર્વ, પ્રદર્શન-સહ-વેચાણ હાટ નું આયોજન કરેલ છે. આ પ્રદર્શનમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના કુલ 200 વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/એનજીઓ/સખી મંડળો/કલસ્ટર્સનાં કારીગરો વિગેરે ધ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવાનું આયોજન છે. આ પ્રદર્શનનો સમય સવારના 11.00 કલાક થી રાત્રીના 10.00 કલાક સુધીનો છે. જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉધોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે સાથે બીજુ ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે.
આ સમગ્ર પ્રદર્શન-સહ-વેચાણ હાટનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક, ડી.એમ.શુકલ જી.એ.એસ. ના માર્ગદર્શન હેઠળ મેનેજર (વર્ગ-1) આર.આર. જાદવના સંકલન ધ્વારા કરવામાં આવેલ છે. કારીગરોને સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી મોરબીની વિવેકી, રસીક અને કલા પારખુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા પર્વ, પ્રદર્શન-સહ-વેચાણ હાટ ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણતક ઝડપી લેવા ડી.એમ.શુકલ જી.એ.એસ., કાર્યવાહક નિયામક, ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અનુરોધ કર્યો છે.