પેટાચૂંટણી સંદર્ભે તંત્રે માથાભારે સામે લીધા પગલા
મોરબી વિધાનસભા પેટા ચુંટણીને ધ્યાને લઈને અસામાજિક તત્વો સામે પાસા કાર્યવાહી કરી પોલીસ જેલહવાલે કરી રહી છે અગાઉ પાંચ ઈસમો સામે પાસા કાર્યવાહી બાદ વધુ ત્રણ માથાભારે અને દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને ડીટેઈન કરી જેલહવાલે કરાયા છે.
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વિધાનસભા પેટા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવા હેતુથી એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા, હળવદ પીઆઈ પી એ દેકાવાડીયા દ્વારા ત્રણ પાસા વોરંટની બજવણી કરી માથાભારે અને દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો મયુર અશોકભાઈ બોરાણીયા રહે માથક હળવદ વાળાને વડોદરા મધ્યસ્થ જેલ, જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા રહે મોરબી બોરીચાવાસ ને અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભરત ઉર્ફે બી કે કારૂભાઇ ગોગરા રહે મોરબી બોરીચાવાસને લાજપોર મધ્યસ્થ જેલ સુરત મોકલવા તજવીજ કરેલ છે.