મોતના માચડા સમાન જર્જરીત બિલ્ડીંગમાં 1500થી વધુ લોકો કર છે વસવાટ
મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં ત્રણ માળીયા ક્વાર્ટર ખુબજ જર્જરિત હાલતમાં છે જેમાંના એક ક્વાર્ટરના સ્લેબનો ભાગ તૂટી પડ્યો છે.
મોરબી શનાળા રોડ પર આવેલ ત્રણ માળિયાના રહિસીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરી દેવામાં આવી છે અને આ મામલે ત્રણ માળીયા ક્વાર્ટરના સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે.અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ આ ક્વાર્ટર ના રહીશો ને નોટીસ પાઠવી ગયા છે. અને રહીશો એ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને તમામ પ્રકારે સહયોગ આપવા સહમતી પણ આપી છે.
છતાં પણ હજુ સુધી આ ક્વાર્ટર મામલે કોઇ કાર્યવાહી કરાઇ નથી.અંદાજિત 1500 થી વધુ લોકો આ જર્જરિત ક્વાર્ટરમાં રહે છે અને આજે પણ કમ્યુનિટી હોલની બાજુમાં આવેલ જર્જરિત ક્વાર્ટરની એક છતનો થોડો ભાગ તૂટી પડતા નીચેના બ્લોક નં.398 ના મકાન પર પડ્યો હતો અને પતરા તોડીને કાટમાળ સીધો રૂમમાં પડ્યો હતો અને આ ઘર વિપુલભાઈ ગજ્જર નામના વ્યક્તિ પોતાના સાત લોકોના પરિવાર સાથે રહે છે.જોકે તે રૂમમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ જો કોઈ વ્યક્તિ નીચે હોય અને આટલી ઊંચાઈ થી આરસીસી નો ભાગ તૂટી પડે તો તે વ્યક્તિના જીવ પણ જઈ શકે છે.જેથી હવે આ જર્જરિત ક્વાર્ટર મામલે તાત્કાલિક કોઈ નિર્ણય કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી રહીશોએ માંગ કરી છે.