મોરબીના પાનેલીમાં આજથી પાંચ દિવસનું અને જામનગરના મોટી બાણુગરમાં એક સપ્તાહનું લોકડાઉન
મોરબીમાં એક અઠવાડિયા સુધી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહશે
મોરબીમાં કોરોનાના કેસો વધતા અડધા દિવસનું લોકડાઉન કરવાનો બે વેપારી એસોસિએશનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો. અને ખાદ્યતેલ એસો.એ આ નિર્ણય લીધો છે. તેઓ દ્વારા સોમવારથી એક અઠવાડિયા માટે બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અહીં અંદાજે 3000 જેટલી ફેકટરીઓ આવેલ હોય લાખોની સંખ્યામાં મજૂરો પણ વસવાટ કરી રહ્યા છે. સત્તાવાર આંકડા પ્રમાણે અહીં રોજના માત્રને માત્ર 20થી 30 વચ્ચે જ કેસો આવી રહ્યા છે. પણ એવા પણ નિવેદનો થયા છે કે મોરબી જિલ્લામાં રોજના 400થી 500 કેસ નોંધાઇ રહ્યા છે. પણ તંત્ર દ્વારા કેસો છુપાવવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા વિવિધ એસોસિએશનો ચિંતિત થયા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે એસોસિએશનો પણ પૂરતા પ્રયાસો કરી રહ્યું છે.
જેને લઈને મોરબીના ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન તેમજ ખાદ્ય તેલ એસોસિએશન દ્વારા આંશિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ વેપારીઓ દ્વારા બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી છે. જો કે આ જાહેરાત હજુ મૌખિક રીતે જ થઈ છે. કોઈ પણ પ્રકારની લેખિતમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે કરીયાણા અને તેલ સહિતની દુકાનોમાં ભારે ભીડ રહેતી હોય બજારોમાં ભીડના કારણે સંક્રમણ ન થાય તે માટે બે મોટા વેપારી એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ કોરોનાના વધતા જતા સંક્રમણને ગંભીરતાથી લઈને વેપારીઓએ જાગૃતિ બતાવી છે.
આ ઉપરાંત મોરબીનાં પાનેલીમાં પાંચ દિવસ અને જામનગરના મોટી બાણુગરમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયું છે. મોરબીના પાનેલી ગામમા સતત કોરોના કેસ વધી રહ્યાં છે લોક ડાઉન પાચ દીવસ નિર્ણય લેવા મા આવ્યો છે. પાનેલી ગામમા આશરે પાંચ હજાર થી સાત હજાર ની વસ્તી ધરાવતુ આ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર જઈ તપાસણી કરતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટીંગ કરતાં આશરે બાર થી પંદર કેશ પોઝિટિવ આવ્યા છે તપાસણી મા ડોર ટુ ડોર કરાવામાં આવ્યુ હતું. ગ્રામ પંચાયત કારોબારી જણાવતા સામજીક આગેવાન કોળી સરવાળા ભરવાડ તથા દલિત સમાજ ના આગેવાન દ્વારા લોક ડાઉન નો નિર્ણય લેવાયો હતો સાવચેતી ક્ષણે ટૂંક દીવસ માટે પાચ દિન શાક માર્કેટ તથા દુકાનો બંધ કરવાના આવી છે. ગામ મા વસતા ખેડૂત પરિવારના મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે પાનેલી ગામમા ઉત્પાદન તરીકે વાવેતરમા પ્રખ્યાત ડુંગળી છે ખેડૂત પરીવાર વેપાર ધરાવતા ગામમા કોરોના કેશ આંકડા સાથે લોક ડાઉન સર્જાતા સ્થાનીક લોકો બહાર ગામ મંજુરી કામ કરતા આસપાસ ઉધોગ સાથે સંકળાયેલા લોકો માટે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા ગામમા લોક ડાઉન હોવાથી મંજૂરી કામ કરવા જતા લોકો ને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના વકિલો 9મી સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
મોરબીમાં કોરોના સંક્રમણ વધતા બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટ ઠરાવ કરી તા.2 થી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા નક્કી કર્યું છે જેની તમામ અસીલોએ નોંધ લેવી. મોરબી શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતિની ગંભીર નોંધ લઈ મોરબી બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક સર્ક્યુલેટ ઠરાવ કરી તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા ઠરાવ કરવામાં આવ્યો છે અને આ દિવસો દરમ્યાન માત્ર અરજન્ટ કામગીરી કરી કોર્ટ કેમ્પસ છોડી દેવા પણ વકીલ મિત્રોને જણાવાયું છે સાથે સાથે નામદાર કોર્ટને પણ વિનંતી કરી વકીલોની ગેરહાજરી દરગુજર કરી અલગ અલગ સ્ટેજે રહેલા કેસ યથાવત રાખવા વિનંતી કરી છે અને અરજન્ટ યુટીપી કેસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ મોરબી બાર એસોસીએશન પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જણાવાયું છે.
માટેલ મંદિરે ભોજન પ્રસાદ એક મહિના સુધી બંધ
માટેલ ખોડિયાર માતાજી મંદિરના વ્યવસ્થાપક દ્વારા કોરોના મહામારીને પગલે આજથી 2 મે સુધી મંદિરે આવતા ભાવિકજનો માટે રાત્રી રોકાણની સુવિધા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા બંધ કરવામાં આવી હોવાનું જણાવતા ભાવિકોને અપીલ કરી છે કે મંદિરે દર્શન કર્યા બાદ તુરત જ મંદિર પરિસર છોડી દેવું. તમામ શ્રદ્ધાળુઓને નવી વ્યવસ્થા મુજબ સહયોગ આપવા મંદિર વ્યવસ્થાપક દ્વારા અપીલ કરવામાં આવી છે.