અંદાજે ૧૦ થી વધુ શખ્સોનું કારસ્તાન : આરોપીઓને વહેલી તકે પકડી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કરતા એસ.પી.
માળીયા નજીક હાઇવે પર ગત રાત્રીના લૂંટારુ ટોળકીએ બે થી ત્રણ ટ્રકોમાં લૂંટ ચાવ્યા બાદ છેલ્લે વધારવા ગામ પાસે એક ટ્રક ચાલકને લૂંટી લઇ તેની હત્યા કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ૧૦ થી વધુ શખ્સોએ લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપ્યો છે. મોરબી જિલ્લા પોલીસે બનાવ અંગે તપાસ શરુ કરવા ૬ ટીમો બનાવી લુટારુઓની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબીના ઇન્ચાર્જ જિલ્લા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ૧૦ થી વધુ શખ્સોનું કારસ્તાન છે. લૂંટારું ટોળકીએ પ્રથમ રાત્રે ૧ વાગ્યા આસપાસ માળીયા હાઇવે પર ખીરેઈ ગામ નજીક બે થી ત્રણ ટ્રક રોકીને લૂંટ ચલાવી હતી. તેઓ દ્વારા આ સ્થળે અંદાજે ૫૦ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ૩:૩૦ આસપાસ વધારવા ગામ નજીક ટ્રક રોકી એક વ્યક્તિની હત્યા નિપજાવીને રૂ.૧૫ હજારની લૂંટ ચલાવી હતી.
વધુમાં એસપી મકવાણાએ જણાવ્યું કે આ લૂંટારું ટોળકીને ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજી અને લોકલટીમની કુલ ૬ ટીમો બનાવવામાં આવી છે. થોડા જ સમયમાં આરોપીઓને પકડી પાડવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com