-
વર્ષ 2023-24ની વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઇ
-
4હજારને આખરી નોટીસ તેમજ 1200ને મિલકત જપ્તીની નોટીસ અપાઈ
મોરબી ન્યૂઝ
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2023-24ની વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બાકી 75 હજાર મિલકતધારકોમાંથી 62હજાર મિલકતધારકો સામે વેરા અંગેની નોટીસ ઇસ્યુ કરી છે જે પૈકી 4હજારને આખરી નોટીસ તેમજ 1200ને મિલકત જપ્તીની નોટીસ પાઠવી છે.
વધુમાં ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યારે કુલ 31.80 કરોડ જેટલું વેરા વસુલાત માંગણુ બાકી છે જેમાંથી હાલ 8.50કરોડ જેટલા વેરા ભરાઈ ચુક્યા છે તો ભરવાના બાકી પ્રોપર્ટી ટેક્સ તથા અન્ય વેરા તાકીદે ભરવા તમામ મોરબીના નગરજનોને અપીલ કરી કહેવાયું છે કે મોરબી શહેરમાં આગામી વિકાસના કામો જે હાથ ધરવામાં આવ્યા છે તે વધુ ઝડપથી થાય તે માટે સમયસર વેરા ભરી જાઓ કેમ કે આવતા સપ્તાહથી જેટલા વેરા બાકીને જે જપ્તી નોટીસ ઇસ્યુ કરી છે જે માટેની ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે તે અન્વયે મિલકત જપ્તીની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે